Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : વિધવા પુત્રવધુને હેરાન કરતા સાસરિયા પક્ષ સાથે અભયમ 181 મહિલા હેલ્પલાઇનએ સમાધાન કરાવ્યું

  • March 27, 2021 

ડાંગ જિલ્લાના આહવા પાસેના ગામમાંથી એક 27વર્ષની વિધવા ભુરીબેન (નામ બદલેલ છે ) એ 181મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે, તેમના સાસુ-સસરા હેરાન કરે છે અને ઘરમાંથી બહાર નીકળી જવા મારવા દોડેલ છે જેથી મદદરૂપ બનવા વિનતી કરતા આહવા પોલીસ સ્ટેશન સ્થિતિ અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સાસરીવાળા સાથે વાતચીત કરી વિધવા પુત્રવધુ સાથે સમાધાન કરાવવામાં સફળતા મળી હતી.

 

 

 

એક વર્ષ પહેલા ભુરીબેનના પતિનું અવસાન થતા તેના પિયરમા દીકરાને લઇ રહેતા હતા. પરંતુ ત્યાં નાનું મકાન હોવાથી અગવડતા પડતી હતી તેથી પોતાની સાસરીમા આવેલ પરંતુ સસરાએ તેમને ઘરમા આવવા નહી દેતા ભુરીબેન બીજાના મકાનમા ભાડે થી રહી મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા.

 

 

 

ભુરીબેન સરકારી રેશનકાર્ડનું અનાજ લેવા જતા તો પણ તેમના સસરા આપતાં નહીં અને મારવા દોડતા હતા. ભુરીબેન પોતાનું રેશનકાર્ડ લેવા ગયા હતા જ્યાં તેમના સસરાએ ઘરમા આવવા ન દીધી હતી.  જેથી ભુરીબેનએ 181મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ માંગી હતી.

 

 

 

અભયમ કાઉન્સેલર દ્વારા સસરાને, પુત્રવધુને હેરાન કરવા બાબતે ગુનો બને છે અને તમારા દીકરાના અવસાન બાદ તમારી ફરજ બને છે કે તમારે પુત્રવધુ અને તેમના દીકરાને સાથે રાખવા જોઈએ. તમારી મિલકત અને જમીનમા પણ ભુરીબેન કાયદેસરના હક્કદાર છે. જો તમે ફરીથી હેરાન કરશો તો ના છૂટકે તમારા વિરુદ્દ ફરિયાદ કરવી પડશે. ભુરીબેનને તમારું એક મકાન અને ભાગે આવતી જમીન આપો જેથી તે પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકશે.

 

 

 

આમ, અભયમ ટીમ દ્વારા સમજાવતાં સાસરીવાળા એ કબુલ્યું હતું કે, હવે પછી ભુરીબેનને હેરાન નહીં કરે અને તેના ભાગની જમીન અને રેશન કાર્ડ આપીશ. આમ ભુરીબેનને ન્યાય મળવાથી તેઓએ અભયમ ટીમનો ખુબ-ખુબ આભાર માન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application