Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ન્યાયાધીશોની નિમણુંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા નામોની ભલામણ કેન્દ્ર પાસે મોકલવામાં આવી

  • January 07, 2023 

દેશની વિવિધ કોર્ટોમાં ન્યાયાધીશોની નિમણુંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા નામોની ભલામણ કેન્દ્ર પાસે મોકલવામાં આવી છે. જે મુદ્દે જવાબ આપતા કેન્દ્રએ કોર્ટમાં ખાતરી આપી હતી કે, આ નામોની ભલામણો અંગે નિર્ણય લેવા માટે સુપ્રીમે નક્કી કરેલી ટાઇમલાઇનને અનુસરવામાં આવશે. કેન્દ્ર સરકાર વતી હાજર એટર્ની જનરલ આર. વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, હાલમાં કોલેજિયમ દ્વારા જે નામોની ભલામણ મોકલવામાં આવી છે તેનો નિર્ણય નિશ્ચિત સમય પહેલા લઇ લેવામાં આવશે. તેથી એવી શક્યતાઓ છે કે હાલમાં કોલેજિયમ દ્વારા વિવિધ કોર્ટોના ન્યાયાધીશો સહિતના 104 પદો માટે જે નામોની ભલામણ મોકલવામાં આવી છે તેનો નિર્ણય બેથી ત્રણ દિવસમાં આવી શકે છે.




જયારે જજોની નિમણુંકો માટે નામોની ભલામણ સુપ્રીમની કોલેજિયમ કરે છે, જેને કેન્દ્ર પાસે મોકલાય છે. કેન્દ્ર તેનો સ્વિકાર કરી શકે છે અથવા નામોને બદલવા પણ કહી શકે છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા નામોની ભલામણ મોકલવ્યાને ઘણો સમય વીતી ગયો હોવાથી સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવામાં મોડુ કેમ થઇ રહ્યું છે તેનો કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો હતો. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ટાઇમલાઇન નક્કી કરાઇ છે તેને અનુસરી રહ્યા છીએ. કેન્દ્ર વતી એટર્ની નજરલે કહ્યું હતું કે છોડો સમય આપો, ટુંક સમયમાં જ આ અંગે નિર્ણય લેવાઇ જશે. એવી માહિતી મને મળી છે કે, 104 માંથી 44 ભલામણોનો નિર્ણય લઇ લેવાયો છે અને ટૂંક જ સમયમાં તેને સુપ્રીમ સુધી પહોંચાડવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application