સાઉથ સિનેમાના ફેમસ એક્ટર મહેશ બાબુ પોતાની એક્ટિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ, આ દિવસોમાં તે પોતાના અંગત જીવનમાં કરેલા કામને કારણે ચર્ચામાં છે. હકીકતમાં પિતાની પુણ્યતિથિ પર તેમણે ગરીબ બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું છે. આ બાબતે દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા છે.
મહેશ બાબુ અને તેની પત્ની નમ્રતા શિરોડકરની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી ફેમસ કપલ્સમાં થાય છે. મહેશ અને નમ્રતાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં બંને મહેશ બાબુના સ્વર્ગસ્થ પિતાને ફૂલ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેમના પિતાના નિધનને એક વર્ષ થઈ ગયું છે. આ પ્રસંગે તેમના પરિવારે હૈદરાબાદમાં એક સ્મારકનું આયોજન કર્યું હતું.
ખાસ વાત એ છે કે તેમના પિતાની પુણ્યતિથિના અવસર પર દંપતીએ NGOના બાળકોના શિક્ષણમાં મદદ કરવા માટે મોટો નિર્ણય લીધો છે. દરેક લોકો આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે અને તેને રિયલ હીરો ગણાવી રહ્યા છે. મહેશ બાબુ અને નમ્રતાએ વર્ષ 2020માં પોતાનો ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમણે હૃદયરોગ સાથે જન્મેલા બાળકોને મદદ કરવાનો નિર્ણય લીધો હતો.હવે તેમના પિતાની પુણ્યતિથિ પર તેણે સુપરસ્ટાર ક્રિષ્ના એજ્યુકેશનલ ફંડની સ્થાપના કરી છે. આ ટ્રસ્ટ જરૂરિયાતમંદ ગરીબ બાળકોને શિષ્યવૃત્તિ આપશે. જેમાં બાળકોને શાળાથી ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસમાં મદદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અભિનેતા કૃષ્ણાનું 15 નવેમ્બર 2022ના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. હૈદરાબાદની એક હોસ્પિટલમાં 80 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500