રાજ્ય સરકારના નવા વરાયેલા મંત્રી મંડળના મંત્રીઓ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજ્યના તમામ જિલ્લાઓમાં જન આશીર્વાદ રેલી ના નામે સરકારી ખર્ચે પ્રવાસ કરી રહ્યા છે એવી રીતે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ખુલ્લી જીપમાં રાજકોટ સહિતના વિસ્તારોમાં યાત્રાના નામે પ્રવાસ કરી ચોકે ચોકે કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાવી વાહ-વાહી મેળવી રહ્યા છે ત્યારે આ યાત્રા યોજતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ને ઇડર તાલુકાના વિરપુર ગામની મુલાકાત લેવાની જરૂર છે ત્યાં બાળકો કેવી પરિસ્થિતિમાં શિક્ષણ મેળવી રહ્યા છે તેવો સવાલ આ નાના ભૂલકાઓ ના મનમાં ઉદ્ભવી રહ્યો છે.
આવી યાત્રાઓ કાઢવા કરતા અંદાજિત ત્રણ વર્ષથી ઓરડાઓ વિના ખુલ્લા માં ભણતા વિદ્યાર્થીઓની સમસ્યા નું નિરાકરણ કરો.
વધુ વિગતો મુજબ સને ૧૯૬૦ ની સાલમાં વિરપુર ગામના નગરશેઠ જેમના ઉમદા વિચારો શિક્ષણ પ્રત્યેની તેમની ભાવનાથી તેઓએ તત્કાલીન સમયે મુંબઈના ખ્યાતનામ ઉદ્યોગપતિઓના સહકારથી સ્કૂલની બિલ્ડીંગ સાકાર કરાવી હતી જેનું નામાધિકરણ શેઠ ભીખાભાઈ જીવાભાઈ કરવામાં આવ્યું હતું સમય જતા આ બિલ્ડિંગ જર્જરિત થતાં જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા બિલ્ડિંગને નોનયુઝ માં મૂકી નવા ઓરડા બનાવવામાટે ની પ્રપોઝલ પણ મૂકી હતી આજે ત્રણ વર્ષથી વધુનો સમય ગાળો વીતી ગયો નવું બિલ્ડિંગ બનાવવા માટે ઓરડાઓ જમીનદોસ્ત કરી નંખાયા પણ આરંભે શૂરાની જેમ સ્કૂલને જમીન દોસ્ત તો કરી નાખી પણ નવા ઓરડાઓ બનાવવા માટે સરકારની તિજોરી માં ગ્રાન્ટ નથી એવો રૂપકડો જવાબ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે અને આ ભૂલકાઓ આજે સમાજની વાડીમાં કોઈ પણ સુવિધા વિના ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે અને રાજ્યના શિક્ષણ મંત્રી જન આશીર્વાદ ના નામે યાત્રાઓ કરી રહ્યા છે.
ભાજપ સરકાર જન આશીર્વાદ યાત્રાઓ કાઢી પ્રજાના પૈસે ખોટા તાયફાઓ કરી રહી છે અને દેશના ભાવિ નાગરિકો સમાન ભુલકાઓ ખૂલ્લા માં બેસીને અભ્યાસ કરી રહ્યા છે અરે જોવાની ખૂબી ની વાત તો એ છે કે શાસક યા વિપક્ષનો એક પણ રાજકીય નેતા આ ભૂલકાઓના હાલ-હવાલ પૂછવા હજુ સુધી આવ્યો નથી જે ખુબ જ શરમજનક બાબત કહી શકાય એ તો ઠીક છે પણ કોઈપણ સરકારી અધિકારીએ પણ રૂબરૂ મુલાકાત લીધી હોય તેવું જણાઈ રહ્યું નથી.પછી ક્યાંથી ભણશે ગુજરાત નો બાળક....!!!
વીરપુરની જર્જરિત પ્રાથમિક શાળા નવા ઓરડાઓ બનાવવા પાડી તો નખાઇ પરંતુ સરકાર પાસે ગ્રાન્ટ નથી નો અધિકારીઓ આપી રહ્યા છે જવાબ...!
જો સરકારે આશીર્વાદ મેળવવા હોય તો રાજ્યના અનેક જીલ્લાના અસંખ્ય ગામડાઓ આજે પણ એવા હશે જે ગામના બાળકો શાળાના મકાન વિના ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા હશે. એવા છાત્રો માટે ગ્રાન્ટ ફાળવી નવા ઓરડાઓ ના હોય તો બનાવીને સરકાર પોતાની જવાબદારી નિભાવશે તો ચોક્કસ ભૂલકાઓ સહિત તેમના વાલીઓ આશીર્વાદ આપશે આ ઉપરાંત કોરોના કાળમાં રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ અને કોલેજોમાં ૨૫ ટકા ફી માફીની જાહેરાત કર્યા બાદ હજુ અમલીકરણ થયું નથી તેનું અમલીકરણ કરાવવુ જોઈએ તેવી પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. (રવીભાઈ પટેલ,કામરેજ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500