રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વિવિધ સાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારની ખોટી માહિતી ફરતી થઈ રહી છે. જે અંગ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે મીડિયા આઉટલેટ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર ઘટના સંબંધિત ખોટી, છેડછાડ કરેલી અફવાને લોકોને ભરમાવામાં ન આવે તે અંગે ચેતવણી આપી છે.
મંત્રાલયે તેની એડવાઈઝરીમાં કહ્યું કે, તાજેતરમાં જ એવું જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને ભ્રામક સંદેશાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ સંદેશાઓ સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે.અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજરી આપશે.
એડવાઈઝરી અખબારો, ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયા પરના સમાચાર પ્રકાશકોને ખોટી અથવા હેરાફેરી કરી શકે તેવી કોઈપણ સામગ્રીને પ્રકાશિત અને પ્રસારિત કરવાથી દૂર રહેવા માટે કહે છે.એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે,આ બધાની વચ્ચે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉપરોક્ત માહિતી પ્રદર્શિત કે પ્રકાશિત ન કરવાની સલાહ આપીએ છીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500