Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Reels : જાહેર રસ્તા પર રીલ્સ બનાવતા પહેલા આ વાંચી લેજો

  • July 26, 2023 

સોશિયલ મીડિયા પર રીલ્સનો વરસાદ થઈ રહ્યો છે. યુવાનો જ નહીં આધેડ વયના કે ઘણા વૃદ્ધોને પણ હવે સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે.દરેક કોઈ રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરી પોતાનો વટ પાડવાની હોડમાં પડ્યું છે.




જોકે આમ કરતા ઘણીવાર તેઓ પોતે જોખમ લે છે અથવા અન્યોને તકલીફમાં મૂકે છે. ગુજરાતમાં હાલમાં જાહેર રસ્તાઓ પરની સુરક્ષા સળગતો વિષય બની ગયો છે ત્યારે જામનગર પોલીસે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે.જામનગરમાં એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં કેટલાંક યુવક-યુવતીઓ જાહેર રોડ પર ગરબા રમી રહ્યાં હતાં. અન્ય નાગરિકોને પડતી અગવડતાની અવગણના કરી તેમજ ગંભીર અકસ્માત થવાની શક્યતા હોય તે રીતે રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરીને આ ગ્રૂપ ગરબા રમી રહ્યું હતું. જેનો વીડિયો વાઇરલ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને જાહેરમાં ગરબા કરાવતા ગરબા સંચાલક અને કોરિયોગ્રાફરની અટકાયત કરી છે.


શહેરના જાગૃત નાગરિક મિત્રો તથા સોશિયલ મીડિયા મોનિટરિંગ દ્વારા માહિતી મળેલી કે, જામનગર શહેરના બેડી-બંદર ખાતેના જાહેર રોડ પર અન્ય નાગરિકોને પડતી અગવડતાની અવગણના કરી તથા ગંભીર અકસ્માત થવાની શક્યતા હોય તે રીતે રોડ સેફ્ટીના નિયમોનો ભંગ કરીને બેફિકરાઇથી એક યુવા ગ્રૂપને ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. જે અંગેનો વીડિયો પણ વાઇરલ થયો હતો.



આ સમગ્ર બાબતે પોલીસે તપાસ કરી ગરબા કલાસીસના સંચાલક તથા કોરિયોગ્રાફરની અટકાયત કરી તેઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. તેઓ સામે કલમ 151 હેઠળનાં પગલાં લેવામાં આવ્યાં છે, અને કાયદેસરની કાર્યવાહી જામનગર સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે.ઉપરાંત જામનગરના તમામ નાગરિકો અને યુવા વર્ગને અપીલ કરાઈ હતી કે, સહેલાઇથી પ્રસિધ્ધિ મેળવવાની ઇચ્છામાં કાયદાનું ઉલ્લંઘન કરશો નહીં, અને સોશિયલ મીડિયાના ઉપયોગ વખતે તમામ નિયમોનું પાલન કરશો. જેનો ભંગ થયો જણાશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી અપાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application