વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'માં મહારાણી યેશુબાઈ તરીકે રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે. જોકે, તેનો લૂક જોઈ ચાહકો નિરાશ થયા છે. સંખ્યાબંધ લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી કે છત્રપતિ સંભાજી મહારાજ તરીકે વિક્કી કૌશલ બહુ યોગ્ય લાગે છે પરંતુ તેની સાથે રશ્મિકાની પસંદગીમાં નિર્માતાઓ માર ખાઈ ગયા છે. એક મરાઠા રાજાની મહારાણી તરીકેની રાજસી છટા અને મક્કમતા રશ્મિકાના ચહેરા પર જોવા મળતાં નથી.
એક મહારાણીનો રોલ નિભાવવા માટે તેનો ચહેરો વધારે પડતો માસૂમ છે. કેટલાક લોકોને આશંકા છે કે વિક્કી એક સારા અભિનેતા તરીકે ગમે તે પાત્ર સહજતાથી ભજવી શકે છે પરંતુ રશ્મિકા આ પાત્રની જવાબદારી નહીં વેઠી શકે. તેના મરાઠી ઉચ્ચારણો વિશે પણ શંકા સેવાય છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વારંવાર પોસ્ટપોન થઈ ચૂકી છે. અગાઉ ગત ડિસેમ્બરમાં તે 'પુષ્પા ટૂ' સાથે ટકરાવાની હતી પરંતુ ફરી મુલત્વી રહી હતી. હવે ફિલ્મ આગામી ફેબુ્રઆરીમાં રીલિઝ થવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application