સુરત જીલ્લાના કડોદરા નજીક આવેલા તાંતીથૈયામાં ઘર આંગણે રમતી એક માનસિક બીમાર ૭ વર્ષની બાળકી લોહી લુહાણ હાલતમાં ઘરે આવતા તેણની નાની ચોંકી ગઈ હતી. બાદમાં તાત્કાલિક બાળકીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. એટલું જ નહીં પણ પાડોશી ભાડુઆતે માસુમને પીંખી નાંખી હોવાનું નાનીએ જણાવ્યું હતું. ૨ વર્ષની માનસિક બીમાર બાળકીને તરછોડીને માતા-પિતાએ બીજા લગ્ન કરી લીધા બાદ દીકરીની દેખરેખ નાની કરે છે.
કડોદરા તાતીથૈયા ગામમાં એક શ્રમજીવી પરિવાર રહે છે અને મજુરી કામ કરી એક વૃદ્ધા પોતાની પૌત્રીનું ગુજરાન ચલાવે છે. માસુમ બાળાના માતા પિતાએ બે વર્ષની માનસિક બિમાર દિકરીને વૃદ્ધા પાસે મુકીને બીજા લગન્ કરી લીધા હતા. દીકરીને એક નાનો ભાઈ છે, જે તેની માતા સાથે રહે છે. છેલ્લા ૫ વર્ષથી માનસિક બીમાર દીકરીની સાર સંભાળ નાની જ કરતા આવ્યા છે. મંગળવારની સાંજે દીકરી ઘર આંગણે રમતી હતી. અચાનક રડતા રડતા ઘરે આવી તો એના બધા જ કપડાં લોહીથી ખરડાયેલા હતાં તે જોઈ તાત્કાલિક માનસિક બીમાર દીકરીને નાની સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા દાખલ કરી દેવાય છે.
દીકરી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યુ હતુ. મંગળવારે પોલીસ એક યુવકને સિવિલ લઈ આવી હતી. દીકરી પાસે ઓળખ પરેડ કરાવી હતી. પોલીસ અટકમાં જે યુવક છે. એ પાડોશી અને ભાડાના મકાનમાં રહે છે. બિહારનો વતની અને કંપનીમાં કામ કરે છે. હાલ કડોદરા પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસ નરાધમની પુછપરછ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500