Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણએ સોશિયલ મીડિયા પર તેમની દીકરીનો ક્યૂટ ફોટો શેર કર્યો

  • November 03, 2024 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડમાં ફેન્સનાં ફેવરિટ કપલ્સમાંથી એક છે. તારીખ 8મી સપ્ટેમ્બરે બંને એક વહાલી દીકરીનાં માતા-પિતા બન્યા હતા. દિવાળીનાં શુભ અવસર પર પ્રથમ વખત આ કપલે સોશિયલ મીડિયા પર તેમની દીકરીનો ખૂબ જ ક્યૂટ ફોટો શેર કર્યો છે અને તેનું નામ પણ જાહેર કર્યું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેમની દીકરીની પહેલી તસવીર ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે. આ ફોટોમાં દીકરીનું મો તો જોવા નથી મળી રહ્યું, પરંતુ તેના નાના પગ ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. ફોટોમાં તેમની લાડલી દીપિકાના ખોળામાં જોવા મળી. જેમાં માં અને દીકરી બંનેએ લાલ સૂટમાં જોવા મળ્યાં હતા.


રણવીર-દીપિકાએ દીકરીની તસવીર શેર કરવાની સાથે દીકરીના નામ પણ ખુલાસો કર્યો છે. જેમાં દીકરીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. શેર કરવામાં આવેલી પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, 'દુઆ પાદુકોણ સિંહ, 'દુઆ' જેનો અર્થ થાય છે પ્રાર્થના...કારણ કે તે અમારી પ્રાર્થનાનો જવાબ છે. અમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ આવ્યાં... દીપિકા અને રણવીર... આ પોસ્ટ પર અનેક ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે. પોસ્ટના થોડા જ કલાકમાં લાખો લાઈક મળી છે. જ્યારે યુઝર્સની સાથે-સાથે સેલેબ્રિટી પણ આ તસવીર પર કોમેન્ટ કરી રહ્યાં છે. જેમાં આલીયા ભટ્ટે કોમેન્ટ કરીને કેટલાય રેડ હાર્ટ ઈમોજી મોકલા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application