Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાણી મુખર્જીની મર્દાની અને મર્દાની 2 બંને બોક્સ ઓફિસ પર હિટ બાદ મર્દાની 3માં પણ જોવા મળશે

  • December 26, 2023 

રાણી મુખર્જીની મર્દાની અને મર્દાની 2 બંને બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. હવે લોકો મર્દાની 3ની રાહ જોઇ રહ્યા છે. તેવામાં અભિનેત્રીએ મર્દાની 3ને લઇને અપડેટ આપ્યા છે. રાણીએ કહ્યુ હતું કે, મર્દાની 3 પાસે દર્શકોને પહેલા કરતા વધુ અપેક્ષા હશે. તેથી મારે આ ફિલ્મ બનાવવાની ઉતાવળ કરવી નથી. હું યોગ્ય સ્ક્રિપ્ટની શોધમાં છું જેવી મને મળશે કે તરક જ આ ફિલ્મ પર કામ શરૂ કરીશ.




રાણીએ વધુમાં કહ્યુ હતું કે, મહિલા પ્રધાન ફ્રેન્ચાઇઝી ફિલ્મને ચલાવવી એ કઠિન કામ છે. તેને આગળ વધારવા માટે તગડી સ્ક્રીપ્ટની સાથેસાથે દર્શકોનો પણ પ્રેમ અને ઉત્તકંઠા હોવી જરૂરી છે. મને પણ મર્દાની 3 શરૂ કરવાનું મન છે. પરંતું સારી રસપ્રદ વાર્તા મળે ત્યારે જ ફિલ્મની શરૂઆત કરી શકાય છે. રાણીની મર્દાની ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી. જેમાં રાણી મુખર્જીએ એક સશક્ત મહિલા પોલીસ અધિકારી શિવવાની શિવાજી રોયની ભૂમિકા ભજવી હતી. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application