Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી નદી પર રાંદેર-સિગણપોર વચ્ચેનો કોઝ-વે ચોમાસાની સીઝનમાં પહેલી વાર ઓવર ફ્લો

  • July 01, 2024 

સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝ-વે ચોમાસાની સીઝનમાં પહેલી વાર ઓવર ફ્લો થયો છે. કોઝ-વે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વિયર ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે અને તેને જોવા માટે લોકો કાંઠા પર પહોચી રહ્યાં છે. સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાપી નદી પર બનાવવામાં આવેલા વિયરમાં પાણીનો સંગ્રહ કરીને તેમાંથી રો વોટર લઈ વોટર વર્કસમાં ટ્રીટ કરીને સુરતીઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.


તાપી નદીમાં બનાવવામા આવેલા વિયરની સપાટી 5 મીટરથી ઓછી થાય એટલા પાણીની ગુણવત્તા પર માઠી અસર પડે છે. આ વર્ષે ચોમાસું પાછું ખેંચાતા વિયરની સપાટી 4.92 મીટર થઈ ગઈ હતી. ત્યારબાદ પાણીની ગુણવત્તા બગડે નહીં તે માટે સુરત પાલિકાએ ઉકાઈ ડેમનાં સત્તાધીશોને  તારીખ 27 જુને પત્ર લખીને પાણી છોડવા માટેની માંગણી કરી હતી. જોકે આ વિયરના ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને વિયર કમ કોઝવે ઓવર ફ્લો થઈ ગયો હતો. કોઝ-વે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે  બંધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application