રાંદેરની કિર્તીનગર સોસાયટી અને નવયુગ કોલેજ પાસે આવેલ સંગના સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા કોસાડ આવાસના રીઢા ઘરફોડીયા ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ, ઘડીયાળ,, લેપટોપ સહિત કુલ રૂપિયા ૭૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ભુપતસિંહ અને કોન્સ્ટેબલ વિક્રમસિંહ મનુભાએ મળેલી બાતમીના આધારે અમરોલી શ્રીરામ ચોક પાસેથી આસીફ ઉર્ફે કાલીયા ઉર્ફે આંગકુલગાવ સલીમ શેખને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી બેગમાંથી લેપટોપ નંગ - ૪ , મોબાઈલ નંગ - ૫, હાથ ઘડીયાળ ૧ , હાર્ડ ડિસ્ક નંગ - ૧ લેપટોપ ચાર્જર , માઉસ તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૭૦ હજાર ઉપરાંતનો મુદ્ામાલ કબજે કર્યો ઙતો. આરોપી આસીફ ઉર્ફે કાલીયાની પુછપરછમાં આ મુદ્દામાલ રાંદેરની કિર્તીનગર સોસાયટી અને નવયુગ કોલેજ પાસે સંગના સોસાયટીના મકાનોમાંથી રાત્રીના સુમારે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500