Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' 400 કરોડના ક્લબમાં એન્ટ્રી મારવાની તૈયારીમાં, કમાણી મામલે આ ફિલ્મે ઇતિહાસ રચી દીધો

  • December 10, 2023 

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની સતત કમાણી કરી રહી છે. રિલીઝના પહેલા દિવસથી જ સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આગ લગાડી રહી છે. ફિલ્મને ખુબ દર્શકો મળી રહ્યા છે. રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર આ મૂવીએ પોતાની તાબડતોબ કમાણીથી બોક્સ ઓફિસ પર આખી સિસ્ટમ હલાવી દીધી છે. તારીખ 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મના શો હજુ પણ હાઉસફુલ ચાલી રહ્યા છે. તેવામાં આવો જાણીએ 'એનિમલ'ના 9માં દિવસે કેટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, કમાણી મામલે આ ફિલ્મે ઇતિહાસ રચી દીધો છે.



ત્યારે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો એનિમલની ઓપનિંગ 63 કરોડનું કલેક્શનની સાથે થયું હતું. બોક્સ ઓફિસ પર પોતાની ધમાકેદાર કમાણી યથાવત્ રાખતા ફિલ્મે પહેલા અઠવાડિયે કલેક્શન 338.85 કરોડ રૂપિયા કર્યું હતું. ત્યારે હવે ફિલ્મની રિલીઝે 9માં દિવસે એટલે બીજા શનિવારની કમાણીના આંકડા સામે આવી ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર, એનિમલ ફિલ્મે પોતાના 9માં દિવેસ 38 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે. ત્યારે, કુલ મળીને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 398.53 કરોડ રૂપિયા થયું છે. તેની સાથે ફિલ્મ હવે 400 કરોડના ક્લબમાં એન્ટ્રી મારવાની તૈયારીમાં છે. આજે એટલે કે 10માં દિવસનું કલેક્શન અત્યાર સુધીમાં 5 કરોડને પાર થઈ ચૂક્યું છે. એટલે ત્યારે આ ફિલ્મ વર્લ્ડવાઈડ 600 કરોડના ક્લબમાં સામેલ થઈ ચૂકી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application