સ્વાતંત્ર્યનાં અમૃત મહોત્સવ નિમિત્તે મુંબઈ, રાજ્ય અને દેશભરમાં દેશપ્રીતિના ઉપક્રમો થઈ રહ્યાં છે, તેમાં શિક્ષણ સંસ્થાઓ પણ બાકાત રહી નથીં. આ પર્વને ધ્યાનમાં લઈ આજરોજ સવારે 11 વાગ્યે મુંબઈ યુનિવર્સિટીમાં 320 ફૂટ લાંબા તિરંગા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીનાં અધિકારીઓએ આપેલ માહિતીનુસાર, આ પદયાત્રાનું મુખ્ય આકર્ષણ એ તિરંગાનું રહેશે. નેશનલ સર્વિસ સ્કીમ (NSS)ના 700થી વધુ સ્વયંસેવક આ તિરંગા રેલીમાં સહભાગી થવાના છે.
મુંબઈ યુનિવર્સિટીનાં પ્ર-કુલગુરુ પ્રા.રવિન્દ્ર કુલકર્ણી સહિત માન્યવરોના હસ્તે આ રેલીનું ઉદ્દઘાટન થશે. સવારે 11 વાગ્યે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી આ રેલીની શરૂઆત થશે. લેઝીમના રણકાર સાથે શરૂ થનારી આ પદયાત્રા મહાત્મા જ્યોતિબા ફૂલે પરીક્ષા ભવન થઈ ફિરોજશા મહેતા ભવન, ગરવારે ઈન્સ્ટિટયૂટ થઈ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનથી ફરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચશે અને ત્યાં આ ભવ્ય તિરંગાયાત્રા વિરમશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500