આજે ભાઈ-બહેનનો પ્રિય તહેવાર રક્ષાબંધન છે પરંતુ હજુ પણ કેટલાક લોકોમાં ભદ્રા કાળમાં રાખડી બાંધવા બાબતે બહેનો ચિંતામાં છે કે ખરેખર ક્યા સમયે રાખડી બાંધવી. પરંતુ આજે તમને સાચા ટાઈમની વાત કરીએ તો જ્યોતિષીઓના કહેવા પ્રમાણે 30 ઓગસ્ટના રોજ સાંજે 5.19 કલાકથી ભદ્રા પુચ્છ શરૂ થાય છે અને સાંજે 6.31 વાગ્યે સમાપ્ત થાય છે. આ સમયમાં બહેન ભાઈને રાખડી બાંધી શકે છે.
આજે 30 ઓગસ્ટે ભદ્રા આખો દિવસ રહેશે. તેથી આજે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાના પડછાયા વચ્ચે ઉજવવામાં આવશે. રક્ષાબંધન 30 ઓગસ્ટની રાત્રે અને 31 ઓગસ્ટની સવારે ઉજવવામાં આવશે. એટલે કે ભાઈ-બહેનના તહેવારને બે તારીખોમાં વહેંચવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર ભાદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવી અયોગ્ય માનવામાં આવે છે. એક લોકપ્રિય દંતકથા પ્રમાણે શૂર્પણખાએ રાવણને રાખડી બાંધી હતી ત્યારે ભદ્રાનો સમય ચાલી રહ્યો હતો. જેના કારણે લંકેશનું સમગ્ર રાજ્ય બરબાદ થઈ ગયું હતું. પરંતુ આ ભદ્રા કાળમાં એવો પણ એક સમય હોય છે જેમાં ભાઈને રાખડી બાંધી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવાનો સમય સાથે કેટલાક નિયમો વિશે વાત કરવામાં આવી છે. જેમાં કહ્યુ છે કે ભદ્રાની છેલ્લા સમયગાળા દરમિયાન ભાઈને રાખડી બાંધી શકાય છે. આ સમયગાળા દરમિયાન ભદ્રાની અસર ઓછી થાય છે અને જેઓ રક્ષાબંધન ઉજવે છે તેમના પર તેની અસર થતી નથી. સૂર્યોદય પછી ભદ્રા પૂછ કાળમાં શરૂ થાય છે. ત્યારે આ તહેવાર ઉજવી શકાય છે.
જ્યોતિષીઓના કહેવા પ્રમાણે 30 ઓગસ્ટના રોજ સાંજે 5.19 કલાકથી ભદ્રા પુચ્છ શરૂ થાય છે અને સાંજે 6.31 વાગ્યે સમાપ્ત થાય છે. આ સમયમાં બહેન ભાઈને રાખડી બાંધી શકે છે. એટલે કે ભદ્રા પુચ્છ સમયગાળા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર મનાવી શકાય છે.
રક્ષાબંધનના તહેવારમાં રાખડી બાંધતી પહેલા દીવો પ્રગટાવી તમારા કુળદેવી-દેવતાને તિલક કરી રાખડી બાંધો અને આરતી કર્યા પછી મીઠાઈ અર્પણ કરો. અને ત્યાર પછી ભાઈને પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસાડો. આ પછી તેના માથા પર રૂમાલ અથવા કોઈપણ કપડું રાખો. હવે ભાઈના કપાળ પર રોલી-ચંદન અને અક્ષત તિલક લગાવો અને તેમના હાથમાં નારિયેળ આપો. આ દિવસે જ્યારે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે ત્યારે આ મંત્રનો જપ કરો. येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबलः। तेन त्वाम रक्ष बध्नामि, रक्षे माचल माचल:।
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500