સુરતનાં વરાછા અને આસપાસનાં નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આઈ.બી.વી. ફાઈનાન્સનાં ભાગેડુ આરોપીઓ પૈકી રાકેશ ભીમાણીને ઈકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રાકેશ ભીમાણીએ જણાવ્યું હતું કે, તેણે ઉચાપત કરેલી મોટા ભાગની ૨કમનું રિઅલ એસ્ટેટમાં રોકાણ કર્યું હતું. જોકે, આ દરમ્યાન તેનો પરિવાર ભાડાનાં મકાનમાં રહેતો હોવાનું જણાવતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે પોલીસ તપાસ આ મામલે મોટા ખુલાસા આગામી દિવસ કરે તેવી શકયતા છે.
મળતી માહિતી અનુસાર, શહેરનાં વરાછા-સીમાડા સહિત આસપાસના નાગરિકોને સોનાના ઘરેણા સામે ઉંચા વ્યાજે લોન આપવાના નામે ઉઠમણું કરતાં નાગરિકોનો રડવાનો વારો આવ્યો હતો. આ આખા પ્રકરણમાં એક પછી એક 85 જેટલા નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં અરજી કરવામાં આવતાં છેતરપિંડીનો આંકડો 3 કરોડ સુધી પહોંચી ગયો હતો. જેને પગલે પોલીસ કમિશનર દ્વારા આ પ્રકરણમાં ઈકો સેલને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. ઈકો સેલ દ્વારા આઈ.બી.વી. ફાયનાન્સને તાળુ મારીને નાસી છૂટેલા ધીરૂભાઈ અને તેમના બે પુત્રો રાકેશ અને તુષારને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવતાં અંતે રાકેશને ઝડપી પાડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application