રાજપીપળા શહેરમાં બનાવટી ઓઇલ નું વેચાણ કરતા સુરત ના બે વ્યક્તિઓ ને એસઓજી-નર્મદા ની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એસ.ઓ.જી. શાખા નર્મદા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા રાજપીપળા વિસ્તારમાં માછીવાડ પરીખ પેટ્રોલપંપની બાજુમાથી ( ૧ ) હિરેન ભરતભાઇ દોમડીયા રહે- ૪૨,કમલપાર્ક સોસાયટી -૨ કાપોદરા વરાછા રોડ સુરત અને( ૨ ) હસમુખ વિઠ્ઠલભાઇ કાકડીયા રહે -૩૫ કતારેશ્વર સોસાયટી લલીતા ચોકડી ચાર રસ્તા કતાર ગામ સુરત ને કેસ્ટ્રોલ,સર્વો,ગલ્ફ,હીરો કપનીના ડુપ્લીકેટ ઓઈલ તથા ઓટો મોબાઈલ્સને લગતા વિવિધ સ્પેર પાર્ટ તથા ઈકો ગાડી તથા મોબાઈલ મળી કુલ કિ.રૂ .૪,૬૮,૭૩૩/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500