તિલકવાડા ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજનાઓ પૈકી વનબંધુ કલ્યાણ યોજના દ્વારા તિલકવાડા ગ્રામ પંચાયતની 50 મહિલાઓને છેલ્લા બે મહિનાથી સીવણ ક્લાસ ની તાલીમ આપવામાં આવી ત્યારબાદ આ તમામ મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.તેમજ આવનારા દિવસોમાં આ તમામ મહિલાઓ પોતે પગભર થઈ સીવણ ક્લાસ ની તાલીમ દ્વારા સ્વરોજગારી મેળવી પોતાના પરિવારનું જીવન ગુજરાત ચલાવી શકે અને પોતે પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ મહિલાઓએ બે મહિનામાં વિવિધ પ્રકારના કાપડો માંથી ડ્રેસો માસ્ક તેમજ મહિલાઓ, બાળકોના કપડા બનાવ્યા એ બદલ આ તમામ આદિવાસી મહિલાઓ આવીજ રીતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ આવનારા સમયમાં પોતે સ્વનિર્ભર થાય અને પોતાના પરિવાર નું જીવન ગુજરાન ચલાવે તેવી સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા, તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ ભાઈ તડવી તિલકવાડા તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,શ્રી પ્રગતિ મહિલા મંડળ ના પ્રમુખ જ્યોતિબેન સથવારા, તિલકવાડા ગ્રામ પંચાયત માં સીવણ ક્લાસ ની તાલીમ મા સેવા આપનાર સાચલાબેને આ તમામ મહિલાઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500