રાજપીપળા શહેરના સાંકડા માર્ગો અને વધતા વાહનો ના કારણે રોજિંદા અકસ્માતો સર્જાઈ છે જેમાં વારંવાર કેટલાક રાહદારીઓ પણ ઇજાગ્રસ્ત થાય છે ત્યારે બીજી તરફ સાંકડા માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ ની પણ ગંભીર સમસ્યા હોય પોલીસ પણ શું કરે,ગતરોજ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં વધુ એક અકસ્માત પોલીસ દફતરે નોંધાયો છે.
જેમાં રાજપીપળા સ્ટેશન રોડ પર એક ફોર વ્હીલ માં ચાલકે પોતાની ગાડી નંબર જીજે/22/એચ/6081 ની પૂર ઝડપે ચલાવી લાવી દેવસીંગ ભાઇ સુકનભાઇ વસાવા રહે,મોજી.નાંદોદ ની મોટર સાયકલ સાથે અથાડી મો.ટર સાયકલ ને રોડ પરથી આશરે વીસેક ફુટ ધસેડી અને ત્યા ઉભેલી એક્ટીવા ગાડી તથા સ્પ્લેન્ડર ગાડીને અથાડી અકસ્માત કરી નાસી જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application