રાજપીપળા ના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિર ના નામથી ફેસબુક પેજ કાર્યરત હોય જેમાં ભક્તો માતાજી ના દર્શન કરી શકે તેવા આશય થી આ પેજ ચાલુ કરાયું છે પરંતુ 3 દિવસ થી કોઈ વ્યક્તિઓ દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા હેતુ થી મહિલાઓના બિભત્સય ચિત્રો આ પેજ ઉપર મૂકી હિન્દુઓની લાગણી દુભાય અને શહેરની શાંતિ ભંગ થાય.
તેવા પ્રયાસ કરાતા હોવાથી આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ,નર્મદા ના સામાજિક સમરસતા અધ્યક્ષ પ્રગનેસ ભાઈ રામી એ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ મહિલા પો.સ્ટે.ના પી.આઈ.એ. આર.જાદવ ને સોંપતા તેઓ આગળની તપાસ કરી રહ્યા છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application