રાજપીપળા શહેર ના મુખ્ય માર્ગ ઉપર આવેલા સબજેલ પાસેનું બસ સ્ટેન્ડ ચારેક મહિના થી બંધ થતાં આવતા જતા મુસાફરો ને ભારે મુશ્કેલી પડે છે માટે આ સ્ટેન્ડ ફરી ચાલુ કરાય તેવી સ્થાનિક વેપારીઓ એ કલેક્ટર ને લેખિત રજુઆત કરી છે.
આ રજુઆત માં સ્થાનિક વેપારી વિજયભાઈ રામી, અરુણભાઈ પાદરીયા સહીતનાઓ એ જણાવ્યું છે કે રાજપીપળા સબજેલ પાસે રજવાડા સ્ટેટ સમયનું બસ સ્ટેન્ડ હતું ત્યાંથી આખા દિવસ દરમિયાન ઘણી બસોની અવર જવર હતી જેથી શહેર ના મધ્ય માં આવેલું આ સ્ટેન્ડ મુસાફરો માટે આશીર્વાદ સમાન હતું પરંતુ ચારેક મહિના થી આ બસ સ્ટેન્ડ બંધ કરી દેતા રાજપીપળા બજાર માંથી સામાન લઈ જતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ને રીક્ષા નું ભાડું બગાડી એસટી ડેપો કે કાળા ઘોડા સ્ટેન્ડ ઉપર જવું પડતું હોવાથી ખાસ ઉંમરલાયક વ્યક્તિઓ કે મહિલાઓ ને તકલીફ પડે છે.મુખ્ય માર્ગ ઉપર ઉભી રહેતી લારીઓ ના કારણે પણ ટ્રાફિક સમસ્યા રહેતી હોય જે પોલીસ દૂર કરે જ છે.
જ્યારે અગત્યની બાબત તો એ છે કે લોકડાઉન ના કારણે લોકોના ધંધા રોજગાર માં ભારે મંદી હોય ઉપરથી આ ગામનું એકમાત્ર બસ સ્ટેન્ડ બંધ કરાતા સ્થાનિક વેપકરીઓના ધંધા પણ ભાંગી પડ્યા છે માટે એસટી ડેપો થી નીકળતી બસો અગાઉની જેમ સ્ટેશન રોડ પરથી પસાર થાય તેમ ઘટતું કરવા કલેક્ટર સહિત ડેપો મેનેજર ને વેપારીઓ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500