Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા: પુત્રવધુ નું અપહરણ કરવા આવેલા 3 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

  • December 27, 2020 

રાજપીપળા શહેરના રાજપુત ફળીયા વિસ્તારમાં પ્રેમલગ્ન કરી આવેલી પરિણીતા નું અપહરણ કરવાના ઇરાદે ફોર વ્હીલ ગાડી લઈ આવેલા ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ પરિણીતાને ખેંચીને લઈ જવાનો નિષ્ફળ પ્રયાસ કરતા સસરાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

 

 

રાજપૂત ફળિયામાં રહેતા હિતેન્દ્રસિંહ ગણપતસિંહ બારડએ આપેલી ફરિયાદ મુજબ તેમના ઘરે ત્રણ અજાણ્યા ઈસમો એ આવી પુછેલ કે દક્ષાબેન(પુત્રવધુ)કયા છે? તેમ પુછતા ફરીયાદી ને શક જતા દક્ષાબેન ઘરમાં નથી તેમ કહેતા આ ઇસમો દક્ષાબેનને ઘરમાં જોઇ જતા તેના તરફ દોડી જઇ તેનો હાથ પકડી તુ અમારા સાથે ચાલ તેમ કહીં ખેંચી લઇ જવાનો પ્રયાસ કરતા સસરા એ પોતાના દિકરાની પત્ની દક્ષાબેનને છોડાવવા જતા આ સાથેના બીજા બે ઇસમો પૈકી એકે બાથ ભરી પકડી રાખેલ અને ત્રીજો ઇસમ દરવાજા પાસે ઉભો રહી બહાર નજર રાખતો હતો એ વખતે સસરા અને દક્ષાબેન બુમા-બુમ કરતા ત્રણેય અજાણ્યા ઇસમો ઘરની બહાર ઉભી રાખેલ સફેદ કલરની સ્વીફટ ડીઝાઇર ગાડી જેનો રજી. નંબર/જીજે/૧૮/બી/૩૧૯૧ નાશી ગયા હતા.

 

 

 

ફરિયાદી હિતેન્દ્રસિંહના દિકરા ધનપાલસિંહ એ દક્ષાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોય આ લગ્નથી દક્ષાબેનના પિતાજી રાજી ન હતા તેમના કોઇ માણસો થકી દક્ષાબેનનું અપહરણ કરવાના ઇરાદે આવુ કૃત્ય કરેલ હોવાનો ફરીયાદીને શક ગયો હોવાનું પણ ફરિયાદ માં જણાવ્યું છે. રાજપીપળા પોલીસે સીસી ટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application