રાજપીપળા નજીક માંડણ ગામ પાસેથી ભૂરા કલરની બલેનો કારમાંથી ઈંગ્લીસ દારૂના ક્વાટર નંગ-704 જેની કીંમત રૂપિયા 70,400/- તથા મોબઈલ નંગ-4 જેની કીંમત રૂપિયા 15,500/- અને 4 લાખની બલેરો સહીત કુલ રૂપિયા 4,85,900/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા જયારે બીજા 5 આરોપીઓને વોન્ડેટ જાહેર કર્યા હતા.
ખૂંટાઆંબા બસ સ્ટેશન પાસે પોલીસે ગાડીની વોચમાં ઉભી હતી ત્યારે તે સમય દરમિયાન બાતમીવાળી બલેનો ગાડી મોવી તરફથી આવતા ચાલકે ઉભી રાખી ન હતી જેથી તેનો પીછો કરતા તે બલેનો ગાડી માંડણ ગામમાં જવાના રસ્તા પાસે પકડી હતી. પોલીસે મુદ્દામાલ સાથે આરોપી પ્રતિકભાઈ મહેશભાઈ પટેલ(રહે.નેત્રંગ) તથા કિરણભાઈ ઈશ્વરભાઈ વસાવા(રહે. માંડણ) ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમણી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, રમેશભાઈ(રહે.નંદુરબાર), જગદીશભાઈ પાચીયાભાઈ વસાવા(રહે.કુટલીપાડા), જયદીપભાઈ જગદીશભાઈ વસાવા(રહે. માંડણ), સુરેશભાઈ ઈશ્વરભાઈ વસાવા(રહે. માંડણ), તથા સુરેશભાઈ વસવા(રહે.ઝરણાં) આરોપીઓના નામો સામે આવ્યા હતા તેથી પોલીસે તેઓને વોન્ડેટ જાહેર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025