નર્મદાના રાજપીપલા ખાતે આવેલ સરદાર ટાઉન હોલ પાસે આવેલ મોટા માછીવાડનાં ગાર્ડન ગલીમાં ખુલ્લી જગ્યામાં જુગારનો અડ્ડો ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને ખબર પડતા જુગારના અડ્ડા પર છાપો મારી 15 જેટલા જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજપીપલા ખાતે ગાર્ડન ગલીમાં એક જુગારના અડ્ડા પર ખુલ્લામાં કેટલાક લોકો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ રાજપીપલા આવી રેડ કરતા 15 જેટલા જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડ્યા છે. જેમાં એક મુખ્ય સૂત્રધાર ભાગી ગયો હોવાની પોલીસે જાણકારી આપી હતી. આ રેડમાં જુગારીયાઓની અંગ ઝડતીમાંથી અને દાવ પર લાગેલ કુલ જુગારના નાણાંમાં 37,650/- તથા 24 નંગ મોબાઈલ તથા 7 વાહન મળી કુલ રૂપિયા 1,65,000/- તથા અન્ય સમાન સહીત કુલ રૂપિયા 2,41,900/-નો મુદ્દામાલ સાથે 15 ઈસમોની ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500