Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વર્ષ 1987 બેચનાં IAS અધિકારી રાજકુમારની રાજ્યનાં મુખ્ય સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી

  • January 27, 2023 

ગુજરાતનાં મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી તારીખ 31મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા મુખ્ય સચિવ કોણ હશે તે ચર્ચાઓનો હવે અંત આવ્યો છે. આખરે ગુજરાતના મુખ્ય સચિવની નિયુક્તિ કરી દેવામાં આવી છે. વર્ષ-1987 બેચનાં IAS અધિકારી રાજકુમારની રાજ્યનાં મુખ્ય સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજકુમાર હાલ ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ તરીકેની ફરજ પર છે અને 31 જાન્યુઆરીએ તેઓ મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે. 



રાજકુમાર ઉત્તરપ્રદેશનાં બદાઉનથી છે અને તેઓ વર્ષ-1987ની ગુજરાત કેડરનાં અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાયે જાપાનનાં ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. અગાઉ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ત્રણ નામો ચર્ચામાં હતાં. જેમાં ખેતી પશુપાલન વિભાગના અધિક સચિવ મુકેશ પરી, ગૃહ વિભાગના અધિક સચિવ રાજકુમાર અને કેન્દ્ર સરકારમાં હાલ ડેપ્યુટેશન પર રહેલા એસ. અપર્ણાનું નામ ગુજરાતના મુખ્ય સચિવને રેસમાં હતું. રાજકુમાર 1987 બેચનાં તો એસ.અપર્ણા અને મુકેશ પુરી વર્ષ-1988 બેચનાં IAS અધિકારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News