મુસ્લિમ બિરાદરોનો મુહર્રમનો પર્વના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા તાજિયા ને જુલુસ કાઢવામાં આવે છે.આથી રાજ્યમાં ઠેર ઠેર તાજિયા જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ,આ દરમિયાન રાજકોટના ધોરાજીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરાજીમાં રસુલપરામાં જુલૂસ દરમિયાન તાજિયા વીજલાઇન સાથે અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગ્યો હતો. આ ઘટનાના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. વીજકરંટમાં ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી છે. જ્યારે કેટલાક લોકોની હાલત ગંભીર હોવાની જાણવા મળ્યું છે.
તાજિયા વીજલાઇન સાથે અથડાતા ઘટના બની
રાજકોટના ધોરાજીમાં પવિત્ર મુહર્રમ પર્વમાં ગોઝારી ઘટના બની છે. ધોરાજીનાં રસુલપરા વિસ્તારમાં શનિવારે જુલૂસ દરમિયાન તાજિયા PGVCLની વીજ લાઈનને અડી જતા 26 લોકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં દાઝેલા લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન 2 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી છે. જ્યારે કેટલાક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ધારાસભ્ય,પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા
આ દુર્ઘટનાની જાણ થતા કેટલીક રેસ્ક્યું ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે હોસ્પિટલોમાં પણ લોકોના ટોળે ટોળા ઊમટી પડ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે સાજિદ જૂમા સંધી અને જુનેદ હનિફ માંજોઠી નામના બે વ્યક્તિના મોત નીપજતા શોકનો માહોલ છે.ઘટના બાદ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા,DYSP અને પોલીસ સ્ટાફ સાથે PGVCALની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500