TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન અંગે કોયડો અંતે ઉકેલાઈ ગયો છે. ગાંધીનગર FSLમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે rajkot તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું કહ્યું હતું. જેના પછી પોલીસે તેની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.
ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં આ DNA પ્રકાશના માતાના DNA સાથે મેચ થતાં હોવાનું સામે આવ્યું છે. હવે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે આરોપી પ્રકાશ જૈન ફરાર નહીં પણ આ આગકાંડમાં પ્રકાશ પોતે પણ ભડથું થઇ ગયો હતો. આ અગ્નિકાંડ બાદથી જ પ્રકાશ જૈનનું નામ સતત ચર્ચામાં છે. જે TRP ગેમ ઝોનનો ભાગીદાર હતો.
TRP ગેમઝોનના ગેમઝોનના સંચાલક પ્રકાશ જૈન દુર્ઘટનાના દિવસથી ગાયબ હતો. બનાવના દિવસે સાંજના 4:30 વાગ્યાથી પ્રકાશનો ફોન બંધ આવી રહ્યો હતો. બે દિવસ તેની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી.આરોપી પ્રકાશ જૈનના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના DNA મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયું હોવાનું પણ સ્પષ્ટ થઈ ગયું છે.
rajkot પ્રકાશ જૈન અને ધવલ ઠક્કરે આ ગેમઝોન શરુ કર્યું હતું. જો કે ઘટના બાદ પ્રકાશ જૈન ઉર્ફે પ્રકાશ હિરણ શંકાસ્પદ રીતે ગાયબ થયો હોવાનું સામે આવ્યું હતું. તેની ગાડી પણ ગેમઝોન પાસે જ પડી હોવાનો પણ ખુલાસો થયો હતો. દુર્ઘટના પછી તેના બધા જ કોન્ટેક્ટ બંધ થયા જાણવા મળ્યું હતું. જેથી તેની શોધખોળ કરવા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.પ્રકાશ મુળ રાજસ્થાનનો છે અને તે 4 વર્ષથી તે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા કરોડો રુપિયાના પ્રદ્યુમન રોયલ હાઇટ્સમાં રહેતો હતો.
ભલે ગેમઝોનનું સંચાલન ધવલ કોર્પોરેશન દ્વારા થતું હોય પણ ગેમઝોનમાં પ્રકાશ હિરણ અને ધવલ ઠક્કર માસ્ટર માઇન્ડ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 5થી 6 કરોડના ખર્ચે આ ગેમ ઝોન ઉભુ કરાયું હતું. ગેમઝોનમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા સહિતના લોકોની 15 ટકા પાર્ટનરશીપ હતી પણ પ્રકાશ હિરણની સૌથી વધુ ભાગીદારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500