રાજકોટની મહિલા સામાજિક કાર્યકર ઉપર જૂનાગઢ ભાજપના નેતા અને વકીલ ભરત ગાજીપરા દ્વારા ગાંધીનગરમાં આવેલા ફ્લેટ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ થયો છે. રાજકોટમાં રહેતી એક આશરે 50 વર્ષિય મહિલા સામાજિક કાર્યકરે ફરિયાદ નોંધાવી હતીકે, તે હાલમાં સેવાકીય પ્રવૃતિઓ કરી છે. ત્યારે એક વર્ષ પહેલા મહિલા સામાજિક કાર્યકરે અખબારમાં એક જાહેર ખબર છપાવી હતી. જેમાં તેનો નંબર પણ મુકાવ્યો હતો. ત્યારબાદ જૂનાગઢમાં રહેતા ભાજપના નેતા ભરત ગાજીપરાએ મહિલાનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ બંને વચ્ચે સોશિયલ મીડીયા ઉપર વાતચીત શરૂ થઇ હતી. અવાર નવાર વાતચીત થતા મહિલાને દિલ્લી લઇ જવાનુ પણ આશ્વાસન આપ્યુ હતુ. જ્યારે વર્ષ 2023 નવેમ્બર મહિનામાં ભરત ગાજીપરાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળતા મહિલાએ અભિનંદન આપ્યા હતા, તે સમયે મહિલાએ તેને પણ ગ્રાન્ટ આપવાની માંગ કરી હતી જેથી નેતાએ મહિલાને તેમાંથી ગ્રાન્ટ આપવાનુ કહ્યુ હતુ અને ગાંધીનગર આવવા આમંત્રણ આપ્યુ હતુ.
મહિલા વર્ષ 23 નવેમ્બર મહિનામાં ગાંધીનગર આવી હતી. તે સમયે મહિલાને ખ રોડ ઉપર લેવા નેતાજી તેમની કાર લઇને ગયા હતા. ત્યારબાદ તેમના કુડાસણમાં આવેલા ફ્લેટ ઉપર લઇ ગયા હતા. જ્યારે ફ્લેટ ઉપર લઇ ગયા પછી મહિલાને બેડરૂમમાં જઇને ફ્રેશ થવાનુ કહ્યા બાદ ઠંડુ પીણુ લઇ ગયા પછી મહિલાને કીસ કરી હતી. તે સમયે મહિલાએ આમ નહી કરવાનુ કહેતા કહ્યુ હતુ કે, પહેલા મોજ કરો, પછી કામ કરો તેમ કહીને બળજબરી પૂર્વક મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500