Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રીનો પુત્ર ડ્રગ્સ સાથે ઝડપાયો, બીજા કેટલા આરોપી ??

  • July 28, 2022 

આણંદ જિલ્લાના સોજીત્રાનાં ડભોઉ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર એસઓજી પોલીસે છાપો મારી કારમાંથી 19.680 ગ્રામ એમડીએમ ડ્રગ્સ સાથે રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રીનાં પુત્ર સાથે ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે 1.96 લાખના ડ્રગ્સ સાથે 5.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



આણંદના SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સોજીત્રાના ડભોઉ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પર છાપો મારી એક કારને ઝડપી પાડી કારની તપાસ કરતા કારમાંથી 19.680 ગ્રામ MDM ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર રાજકોટનાં તાલુકા ભાજપના મહામંત્રી સુરેશ રૈયાણીનાં પુત્ર રોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચારને ઝડપી પાડયા હતા. પોલીસે કારમાં કારમાં તપાસ કરતા મળી આવેલા ડ્રગ્સનાં જથ્થાની FSL અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતા મળી આવેલું ડ્રગ્સ MDM ડ્રગ્સ જે રેવ પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે 1.96 લાખની કિંમતનો 19.680 ગ્રામ MDM નો જથ્થો કબ્જે કર્યો હતો.



પોલીસે કારમાંથી રાજકોટના તુષાર ઉર્ફે ભુરો જીવરાજભાઈ સાંગાણી, રોહન શૈલેષભાઇ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણાં, તરોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચાર શખ્સોની ઘરપકડ કરી હતી. ડ્રગ્સ સાથે પકડાયેલા ચાર પૈકી એક આરોપી રોહન સુરેશભાઈ રૈયાણી રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રી સુરેશભાઈ રૈયાણીનો પુત્ર હોવાનું ખુલતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.પોલીસે MDM ડ્રગ્સ સાથે પાંચ મોબાઈલ ફોન,એક ઈલેક્ટ્રોનિક વજન કાંટો, અને કાર સાથે 5.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સોજીત્રા પોલીસ મથકે નાર્કોટીકસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા માટે અહીંયા આવ્યા હતા તેની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application