સુરતના દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજાર વિસ્તારમાં આજે આગ લાગી હતી. જયારે આગનો કોલ મળતા જ પાલિકાના ફાયર વિભાગના વાહનો તરત દોડી ગયા હતા. પરંતુ ચૌટા બજારના ગેરકાયદે દબાણ અને પાલિકાની દબાણ દૂર ન કરવાની નીતિથી આજે ચૌટા બજારમાં પણ રાજકોટના ટીઆરપી ઝોન દુર્ઘટના જેવા કાંડ બનતા બનતા રહી ગયો હતો. ચૌટા બજારના ગેરકાયદે દબાણમાં ફરી એક વાર ફાયરની ગાડી ફસાઈ ગઈ હતી અને આ દબાણના કારણે દબાણના કારણે ગાડી મોડી પડી ગઈ હતી. ચૌટા બજારમાં ફાયર વિભાગની વાડી સાયરન વગાડતી રહી હતી પરંતુ દબાણ કરનારાઓને કોઈ ફેર પડ્યો નહી તેવા વિડિયો આજે ફરી એક વાર વાયરલ થયા છે.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસેને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે. ચોટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચૌટા બજારના દબાણ દુર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. જેના કારણે દબાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સુરત પાલિકાના ચૌટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે પરંતુ આજે આ માથાભારે તત્વોના દબાણ વચ્ચે આજે અચાનક આગ લાગી હતી તેનો કોલ મળતા ફાયરના જવાનો દોડી ગયા હતા.
જોકે, આગ લાગી તે જગ્યાની આસપાસ મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણ હતા તેના કારણે ફરી એક વાર આ દબાણમાં ફાયરના વાહનો ફસાઇ ગયા હતા. ફાયર ફાઈટરના ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા ન હતા. પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારી ના કારણે ફરી એક વખત આગ બુઝાવવા જતા ફાયર ના વાહનો ચૌટા બજારના ગેરકાયદે દબાણ ના જંગલમાં ફસાઈ ગયા હતા. સદ્દનસીબે આગ વિકરાળ બને તે પહેલા જ કાબૂમાં આવી ગઈ હતી. પરંતુ જો આગ વિકરાળ બની ગઈ હોત અને આ દબાણના કારણે ફાયરના વાહનો પહોંચી શક્યા ન હોત તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન જેવી મોટી દુર્ઘટના થાય તેવી શક્યતા નિવારી શકાય તેમ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500