રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો થયો છે, જેમાં ભ્રષ્ટ્ર ટીપીઓ અધિકારી સાગઠિયાની કાળી કમાણીમાંથી ઉભી કરેલી વધુ એક મિલકતનો ખુલાસો થયો છે. જેમાં રાજકોટનાં 130 ફૂટ રિંગ રોડ પરનાં ટ્વિન્સ સ્ટારમાં સાગઠીયાની ઓફીસ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાગઠિયાએ ભાઈના નામે ઓફીસ ખરીદી પાવર ઓફ એટર્ની પોતાના નામે કરી હતી ત્યારે સવાલ એ છે કે મહાનગરપાલિકાની નોટીસ છતાં ઓફીસ ખોલી નાંખવામાં આવતા સવાલ ઉઠ્યા છે. ઓફીસનો દસ્તાવેજ 54 લાખ રૂપિયાનો હોવાની વિગત પણ સામે આવી છે. આરોપી મનસુખ સાગઠીયા સબંધીઓના નામે મિલકત ખરીદતો હતો. તેમજ અન્યના નામે મિલકત ખરીદી પાવર ઓફ એટર્ની પોતાના નામે કરાવતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application