Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rajkot : TRP ગેમઝોન કામચલાઉ સ્ટ્રકચર ઊભો કરીને શરૂ કરવામાં આવ્યો હતો, ફાયર એનઓસી પણ ન હતી

  • May 26, 2024 

ગુજરાતના રાજકોટશહેરના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે  લાગેલી ભીષણ આગમાં માસુમ બાળકો સહીત કુલ 32 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકો હતા.જોકે આ ઘટનામાં 15 બાળકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સમયે ગેમ ઝોનમાં 70 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અન્ય 45 કર્મચારીઓ પણ અંદર હતા. જો કે આ દુર્ઘટના બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં છેલ્લા ચાર વર્ષથી આ ગેમ ઝોન વગર મંજૂરીએ અને ફાયર એનઓસી વગર ચાલતો હતો. જે વહીવટીતંત્રની ઘોર ઉદાસીનતા છતી કરે છે. તેમજ નિયમોનું પાલન કરવામાં તંત્રની બેદરકારી સામે આવી છે.

ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હતી

જેમાં મળતી વિગતો મુજબ આ સમગ્ર ગેમઝોન કામચલાઉ સ્ટ્રકચર ઊભો કરીને શરૂ કરવામાં આવ્યો હતો. જેથી કોઇ મંજૂરી લેવાની જરુર ના પડે તેમજ આટલું મોટું સ્ટ્રક્ચર ઊભું કરાયું હોવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓનું આ તરફ કોઈનું ઘ્યાન પણ ન ગયું તે નવાઈ પમાડે તેવી બાબત છે. આ સમગ્ર સ્ટ્રક્ચરની વાત કરીએ તો તેમાં આવવા અને જવા માટે એક જ ગેટ રાખવામાં આવ્યો હતો. તેમજ બે માળના ડોમમાં હવા ઉજાસ માટે કોઇ જ વ્યવસ્થા ન હતી. તેમજ આ ગેમ ઝોનમાં રાઈડ ચલાવવા માટે પેટ્રોલ એન ડીઝલનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હતી અને ફાયર ફાઇટિંગના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો.



આગમાં જીવ ગુમાવનાર બાળકો સંપૂર્ણ રીતે દાઝી ગયા હતા. આવી સ્થિતિમાં મૃતકોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આવા બાળકોના મૃતદેહ ડીએનએ ટેસ્ટ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.રાજકોટના TRP ગેમ ઝોનના માલિકો પૈકીના યુવરાજસિંહ સોલંકી તથા ગેમ ઝોનના મેનેજર નિતિન જૈનની શહેર ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે, રાજકોટમાં બનેલી દુર્ઘટનાથી ગુજરાત સરકાર સતત ચિંતિત છે અને દુર્ઘટના અંગે રાજયસ્તરની સીટની રચના કરશે. ગુજરાત સરકાર રાજ્યના ચારથી પાંચ સિનિયર પોલીસ અધિકારીઓની સીટની રચનાની કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application