Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રજનીકાંતની મોટી જાહેરાત – રાજનીતિને કહ્યું અલવિદા, હવે ક્યારેય ન આવવાનો નિર્ણય

  • July 13, 2021 

સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી અને ત્યાર બાદ ક્યારેય પણ રાજનીતિમાં ન આવાવનો નિર્ણય કહ્યો છે. રજનીકાંતે પોતાની પાર્ટી રજની મક્કલ મંદ્રમને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ રજનીકાંતે કહ્યું કે, તે રાજનીતિમાં ક્યારેય નહીં આવે. રજનીકાંત તરફથી કહેવામાં આવ્યું કે,બનવાવામાં આવેલ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી ઓળખાશે સેવાનું કામ ક રશે.

 

 

 

 

રજનીકાંતનું નિવેદન

રજની મક્કલ મંદ્રમપાર્ટીને ખત્મ કરતાં રજનીકાંતે કહક્યું,ભવિષ્યમાં રાજનીતિમાં આવાવની મારી કોઈ યોજના નથી. હું રાજનીતિમાં ક્યારેય નહીં આવું. રજનીકાંતે આ નિર્ણય રજની મક્કલ મંદ્રમ પાર્ટીના પદાધિકારીઓ સથે વાતચીત કર્યા બાદ લીધો છે. રજનીકાંતે પોતાના ફેન્સની સાથે પણ બેઠક કરી છે.

 

 

રજનીકાંતની રાજનીતિ પર અટકળો

જણાવીએ કે, ડિસેમ્બર 2020માં રજનીકાંતે રાજનીતિમાં ન આવવાની જાહેરાત કરી હતી. જોકે ત્યાર બાદ તેમણે તેના પર ફરીથી વિચાર કરવાની વાત કહી હતી. એવામાં અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જ્યારે હવે રજનીકાંતે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે અને ભવિષ્યમાં રાજનીતિમાં ન આવાવની વાત કહી છે. ડિસેમ્બર 2020માં રજનીકાંતે ખુદ કહ્યું હતું કે, તે જાન્યુઆરી 2021માં પાર્ટી લોન્ચ કરશે. આ બધું તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા થવાનું હતું. પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં રજનીકાંતે યૂ ટર્ન લઈ લીધો અને કહ્યું કે, તે રાજનીતિમાં નહીં જોડાય. ત્યાર બાદ રજનીકાંતે સંગઠનના નવા સભ્યોએ DMK સહિત અન્ય પાર્ટીઓમાં જોડાઈ ગયા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application