આજે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ’ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ ‘વસુધૈવ કુટુંબકમ’ રાખવામાં આવી છે ત્યારે રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સુરત ખાતે રાજ્યકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે જેમા વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. રાજ્યમાં અનેક જગ્યાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત ખાતે રાજ્યક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે જ્યા એકસાથે લગભગ દોઢ લાખ જેટલા લોકો એકસાથે યોગ કર્યા હતા. આજે વહેલી સવારથી જ લોકો યોગ કરવા માટે પહોંચ્યા હતા અને આ માટે અંદાજે 250 જેટલી સ્કીન મૂકવામાં આવી હતી.
આ રાજ્યક્ષાનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતનાં નેતા હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં 60 હજારથી વધુ સ્થળો પર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે https://suratidy2023.in લિંક પર રજિસ્ટ્રેશન કરવા અપીલ કરી હતી જેમાં ગઈકાલે સાંજ સુધીમાં 2.16 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે સવારે સુરતના અનેક વિસ્તાર માંથી લોકો Y જંકશન પર યોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં દોઢ લાખથી વધુ લોકોએ યોગ કરી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો.
આ પહેલાં રાજસ્થાનના કોટામાં વર્ષ-2018માં વિશ્વ યોગ દિવસે 1.09 લાખ લોકોએ એક સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીએ યોગ દિવસે ભેગા થયેલા લોકોનું કાઉન્ટીંગ કરીને આ એક વર્લ્ડ રેકોર્ડની જાહેર કરી હતી અને આ રેકોર્ડનું પ્રમાણપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું. સુરતમાં વિશ્વ યોગ દિવસે એક સાથે દોઢ લાખથી વધુ લોકોએ યોગ કરીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. સુરતીઓ Y જંકશન ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતમાં યોગ દિવસ વિશ્વ રેકોર્ડમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને ઉમટી પડતાં પાલ-ઉમરા બ્રિજ સહિત અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયા હતા.
પોલીસ અને સ્વયંસેવકોએ ટ્રાફિક વ્યવસ્થા હળવી કરી હતી. આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યોગ દિવસ થીમ પર વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે. આ દરમિયાન ભારત સહિત આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિશ્વની સાથે સાથે રાજ્યભરમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. રાજયભરમાંથી અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 100 કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના 33 જિલ્લાઓમાંથી 1 લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના વર્ષ 2019માં કરવામાં આવી હતી
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં લોકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને તેને ટ્વીટ કરીને લખ્યુ હતું કે 'યોગ માત્ર શારીરિક કસરત નથી, એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાનાં લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. આ સાથે જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં 21 યોગ સ્ટુડિયો પણ શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં લોકો યોગ અને વસુધૈવ કુટુંબકમનાં સિદ્ધાંત પર એકસાથે યોગ કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે યોગ દ્વારા આપણને સ્વાસ્થ્ય, આયુષ અને શક્તિ મળે છે. આપણામાંથી કેટલાએ યોગની ઉર્જાનો અનુભવ કર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિગત સ્તરે સારું સ્વાસ્થ્ય આપણા માટે કેટલું મહત્વનું છે. યોગ એક શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application