Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટનગરમાં ઉમટી પડેલ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર તથા શિક્ષણ વિભાગ વિરોધી નારા લગાવવા

  • November 22, 2023 

રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર સરકારે કાયમી ભરતીના બદલે ૧૧ મહિનાના કરારના ધોરણે જ્ઞાન સહાયક તરીકે ભરતી શરૂ કરતાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ વકર્યો છે. જોકે ગતરોજ પાટનગરમાં શિક્ષણ વિભાગની કચેરી પર ઉમટેલા ઉમેદવારોએ સરકાર અત્યાચર કરે તો પણ વિરોધ ચાલુ રાખીને હક્ક મેળવીને રહીશું તેવી વાત કરી હતી. જોકે પહેલેથી જ હાજર પોલીસ સાથે ઘર્ષણ થતાં પોલીસે દેખાવકારોની અટકાયત કરાઇ હતી. બનાવની વિગત એવી છે કે, પાટનગરમાં ઉમટી પડેલા ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર તથા શિક્ષણ વિભાગ વિરોધી નારા લગાવવા સાથે દેખાવો કર્યા હતાં. આ દરમિયાન ઉમેદવારો પોલીસ સાથે ઘર્ષણ કરવા પર ઉતરી આવ્યા હતાં. જેના પગલે ત્રણ ઉમેદવારો ઇજાગ્રસ્ત પણ બન્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસની સખ્તાઇના કારણે મહિલા ઉમેદવારો તો રીતસરની રડી પડી હતી. નોંધવું રહેશે કે, ગત તારીખ ૯મીએ આ મુદ્દે દેખાવ યોજવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આગામી દિવસોમાં વિધાનસભાને ઘેરાવ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.



દરમિયાન ગતરોજ પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોને શાંતી જાળવવાની અપિલ કરવામાં આવી ત્યારે તેઓ ધરણા કરવા બેસી ગયા હતાં અને જોરશોરથી સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં. પોલીસ દ્વારા તેમને સમજાવવા અને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં સફળતા નહીં મળતા મામલો વધુ બિચકવાના પગલે આખરે મહિલા સહિત પોલીસ દ્વારા ટીંગાટોળીને કરીને ઉમેદવાર યુવક યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી. દેખાવો કરી રહેલા ઉમેદવારો દ્વારા અટકાયતી પગલા લેવામાં આવતાં જાહેરમાં જણાવવામાં આવ્યુ હતું, કે સરકાર દ્વારા તેઓ સામે જાણે આતંકવાદી હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા ગમે તેટલો અત્યાચાર કરવામાં આવશે તો પણ અન્યાય સામેની લડત ચાલુ રાખવાનો હુંકાર ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બળજબરી કરીને પણ તેઓને પોલીસવાનમાં બેસાડવામાં આવ્યા ત્યારે પણ પોતાની વાત પકડી રાખીને અન્યાય દુર કરવાની માંગણી શરૂ રાખી હતી.



શિક્ષકોની કાયમી ભરતીની ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની માંગણીને ગંભીર નહીં ગણીને સરકારે જ્ઞાન સહાયક તરીકે ભરતીનો દોર ચલાવતા વિરોધ કરવા પર ઉતરેલા ઉમેદવારો હવે વિફર્યા હોય તેવા એંધાણ મળી રહ્યાં છે. આ પહેલા પણ દેખાવો કરવા ગાંધીનગર આવેલા ઉમેદવારો પોલીસ સાથે ઘણર્ષમાં ઉતરી આવ્યાના પગલે તેઓને ફ્રેક્ચર સહિતની ઇજ થવાથી ત્રણ યુવાનોને હોસ્પિટલમાં સારવાર લેવાની સ્થિતિ આવી હતી. ગતરોજ ફરી પોલીસ સાથે સંઘર્ષ કરવા પર ઉમેદવારો ઉતરી આવ્યા હતાં. આ બાબતને ચિંતાજનક ગણવામાં આવી રહી છે. સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર કરવા સાથે ધરણા પર બેસી ગયેલા ઉમેદવારોને અટકાયતમાં લેવા પોલીસ દ્વારા સમજ આપવામાં આવી હતી. પરંતુ અન્યાય સામેની લડત હોવાનું જણાવીને ઉમેદવારોએ સુત્રોચ્ચાર ચાલુ રાખતા પોલીસ દ્વારા તેઓને ઢસડવા જેવી સ્થિતિમાં ટીંગાટોળી કરીને પોલીસના ડબ્બામાં બેસાડવાનો પ્રાયસ શરૂ કરવામાં આવતાં મહિલા ઉમેદવારો રડી પડી હતી અને કહ્યુ હતું, કે અમે કંઇ આતંકવાદીઓ છીએ, કે સરકાર દ્વારા અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેઓએ આ સાથે જ્યાં સુધી હક્ક ન મળે ત્યાં સુધી લડત આપવા જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News