તાપીમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં વ્યારા,સોનગઢ અને ડોલવણમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.જયારે સૌથી ઓછુ વરસાદ નીઝરમાં 2 ઇંચ પડ્યો છે,જોકે, હજુ પણ વરસાદી માહોલ રહેશે. સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે દિવસભર ડાળાડિબાંગ વાદળા છવાયેલા હતા. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વ્યારામાં સૌથી વધુ 8 ઈંચ અને ડોલવણ અને સોનગઢમાં 6-6 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદના કારણે જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાના પંચાયત હસ્તક ના 7 રસ્તા બંધ થઇ
તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાના પંચાયત હસ્તક ના 7 રસ્તા બંધ થઇ ગયા છે. વ્યારા તાલુકાના 5 અને ડોલવણ તાલુકાના 2 રસ્તા બંધ હાલતમાં છે.તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જિલ્લા માંથી પસાર થતી પૂર્ણાં, અંબિકા, ઝાંખરી, મીંઢોળા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વ્યારા, ડોલવણ,સોનગઢ સહિતના દરેક તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે.
છેલ્લા 24 કલાકમાં દરમિયાન વરસાદ ના આંકડા જોઈએ
તા.15મી ઓગસ્ટ સવારના 6 વાગેથી તા.16મી ઓગસ્ટ સવાર નારોજ 6 વાગે સુધીમાં તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દરમિયાન વરસાદ ના આંકડા જોઈએ તો વ્યારા 204 mm, વાલોડ 121 mm, ડોલવણ 172 mm, સોનગઢ 147, mm, ઉચ્છલ 58 mm, નિઝર 55 mm, અને કુકરમુંડામાં 39 mm વરસાદ નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500