Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ : ગણદેવીમાં ધોધમાર દોઢ ઇંચ વર્ષા

  • August 14, 2021 

દક્ષિણ ગુજરાતમાં પ્રારંભમાં બે રાઉન્ડમાં સારો વરસાદ થતાં ખૂબ સારું ચોમાસું રહેવા સાથે બારાની મેઘ મહેર થવાની આશા અને આગાહીઓ થઇ હતી પણ કોરા ધાકોર જેવા રહેલા અષાઢ માસે તેના પર પાણી ઢોળ કરી નાખ્યું છે. હવે શ્રાવણ માસ ચાલુ થતા સચરાચર વરસાદ તો થતો નથી પરંતુ હળવાથી ભારે ઝાપટાં રૂપે વરસીને મેઘ કૃપા થતા ફરી આશા બંધાઈ છે દક્ષિણ ગુજરાતમાં વિતેલા ૨૪ કલાકમાં ગણદેવીમાં સર્વાધિક દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ ઓછા પ્રમાણમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

 

 

 

 

 

દક્ષિણ ગુજરાતમાં શ્રાવણના પ્રથમ સોમવારેથી મેઘરાજા દેખાઈ રહ્યા છે ત્યારે વિતેલા ૨૪ કલાકમાં બારડોલી પોણો ઈંચ એટલે કે ૧૯ મી.મી. કામરેજ ૮, મહુવા ૧૩, માંડવી ૪, માંગરોળ ૫, પલસાણા ૭, સુરત સિટીમાં ૨, મી.મી. અને ઉમરપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં વીતેલા ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ખેરગામ ૮, ગણદેવીમાં ધોધમાર એક કલાકમાં દોઢ ઇંચ એટલે કે ૩૭ મી.મી. ચીખલી ૧૦, જલાલપોર ૧૨, નવસારી ૧૯, વાસદામાં ૧૯.મી.મી. વરસાદ નોંધાયો હતો. ગણદેવી સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસતા લાંબા સમય બાદ માર્ગો પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં મુખ્ય મથક આહવામાં પોણો ઇંચ વઘઈમાં પોણો ઇંચ, સુબીર ૯, અને હિલ સ્ટેશન સાપુતારામાં ૮ મી.મી. વરસાદ વરસતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું.

 

 

 

 

 

તાપી જિલ્લામાં વ્યારા ૧૦, સોનગઢ ૪, વાલોડ ૫ મી.મી. અને ડોલવણમાં પોણો ઇંચ એટલે કે ૨૧ મી.મી. વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો કપરાડા 5, પારડી 3, વાપી ૧૦, ઉમરગામ ૪ અને વલસાડમાં ૩ મી.મી. વરસાદની નોંધ કરવામાં આવી છે.

 

 

 

 

 

અત્રે નોંધનીય છે કે, લાંબા સમયના વિરામ બાદ હવે ધીમી ધારે વરસાદનું આગમન દક્ષિણ ગુજરાતમાં થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જોકે, વાવેતરને વરસાદની જરૂરિયાત છે અને પીએફની પણ જરૂરિયાત વર્તાવા લાગી છે. આ સ્થિતિમાં વરસાદનું આગમન થતાં ઝાપટા ઓ પછી પાક માટે ખૂબ ઉપયોગી કરી શકે એવો જાણકારોનો મત છે બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. પરંતુ ધોધમાર વરસાદ ના હજુ કોઈ ચાન્સ નજીકના ભવિષ્યમાં દેખાતા નથી પડેલું ચોમાસું હજુ ચારથી પાંચ દિવસ સુધી જોર બતાવે તેવી શક્યતા નહીં હોવાથી તે આગાહી છે પરંતુ તારીખ ૨૦મી ઓગસ્ટ પછી સંજોગો બદલાય અને મેઘરાજાની મહેર વર્ષે તેની આશા લોકો સેવી રહ્યા છે. આ ઉપરાંત આજે સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કેટલાક તાલુકાઓમાં ચાર કલાકના સમયગાળામાં હળવાથી ભારે ઝાપટાં નોંધાયા છે જેમાં વલસાડમાં ૧ ઈંચ, ઉમરગામ ૧૪ મી.મી. જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી, કામરેજ, બારડોલી, વલસાડમાં વાપી,  પારડી, ધરમપુર, તાપીના ઉચ્છલ, ડોલવણ, સોનગઢ, વ્યારા, વાસદા, ચીખલી, ગણદેવી, ખેરગામ અને જલાલપોરમાં હળવાથી ભારે ઝાપટાં વરસી રહ્યા હોવાનાં ફલડ વિભાગના સૂત્રોના અહેવાલોથી જાણવા મળી રહ્યું છે. વધુમાં સુરત શહેરમાં આજે બપોરે છુટા છવાયા વરસાદને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application