દક્ષિણ ગુજરાતને ત્રણ દિવસથી ઘમરોળી નાખનાર વરસાદના કારણે નદી,નાળા, ઝરણા છલકાઈને વહેલા વાગ્યા હતા. વરસાદનું જોર વધવાથી અનેક સ્થળોઍ પુરની પરિસ્થિત સર્જાઇ હતી. વિતેલા ૨૪ કલાક દરમ્યાન વલસાડના કપરાડામાં પાંચ ઈંચ, ધરમપુર ચાર, સાપુતારા સાડા ચાર, આહવા અને વઘઈમાં ત્રણ ઈંચ, ખેરગામમાં ત્રણ ઈંચથી વધુ જળરાશી વરસી હોવાનુ જાણવા મળે છે. સતત વરસી રહેલા વરસાદને લઈને જાન જીવન પણ પ્રભાવિત થયું છે.
દક્ષિણ ગુજરાતમાં ગત રવિવારે મળસ્કેથી શરુ થયેલા અનરાધાર વરસાદે સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાને બાનમાં લીધા હતા. બેસુમાર સાંબેલાધારે વરસાદને પગલે જળ ત્યાં જમીનની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત બન્યુ હતું. ગઈકાલે સોમવારે મેઘરાજાઍ જાણે થોડોક આરામ કર્યો હોય તેમ વરસાદી માહોલ હળવો રહ્યો હતો. વલસાડ જિલ્લામાં વિતેલા ૨૪ કલાક દરમ્યાન ઉમરગામમાં બે ઈંચ, કપરાડામાં સાડા પાંચ ઈંચં, ધરમપુરમાં ચાર ઈંચથી વધુ, પારડીમાં ઍક ઈંચથી વધુ, વલસાડમાં દોઢ ઈંચ અને વાપીમા ઍક ઈચથી વધુ વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લામાં ખેરગામમાં ત્રણ ઈંચથી વધુ, ગણદેવીમાં ઍક ઈંચથી વધુ, ચીખલીમાં પોણા બે ઈંચ, વાસંદામાં પોણા બે ઈંચ, નવસારીમા ઍક ઈંચ અને જલાલપોરમાં હળવાથી ભારે ઝાપડા પડ્યા હતા.
તાપી જિલ્લામાં વ્યારામાં અઢી ઈંચ. સોનગઢમાં અઢી ઈંચ, વાલોડમાં પોણા બે ઈંચ, ડોલવણમાં સવા ઈંચ, ઉચ્છલમાં હળવા ઝાંપટા તેમજ કુકરમુંડા અને નિઝરમાં કોરાકટ રહ્યા હતા.વનાચ્છાહિત પ્રદેશ તરીકેની ઓળખ ધરાવતા ગુજરાતના ગીરીમથક સાપુતારામાં સાડા ચાર ઈંચ, ડાંગના મુખ્ય મથક આહવા ત્રણ ઈંચ, વધઈ ત્રણ ઈંચ, સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરત જ્લ્લિના ફલડ કંટ્રોલ મુજબ જિલ્લામાં સર્વાધિક વરસાદ મહુવામાં અઢી ઈંચ નોધાયો છે. બારડોલી અડધાથી વધુ, ચોર્ચાયીમાં અડધો ઈંચ,માગંરોળ પોણા બે ઈંચ, પલસાણા ઍક ઈંચ, ઉમરપાડા પોણા બે ઈંચ, સુરત સીટી ૨૦ મી.મી કામરેજ ૭ મી,મી , માંડવી ૧૦ મી.મી અને ઓલપાડમાં મેઘરાજાઍ વિરામ લીધો હતો. સુરત મઘ્ધ્યથી પસાર થતી સુર્યપુત્રી તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઈડેમની સવારે આઠ કલાકે સપાટી ૩૧૪.૨૯ ફુટ નોધાઈ હતી. જયારે ઉકાઈડેમમાં પાણીની આવક ૧૦,૭૪૪ ક્યુસેક અને જાવક ૬૪૦ ક્યુસેક નોધાઈ હતી.તેમજ આજનુ રૂલ લેવલ ૩૩૩ ફુટ નોધવામાં આવ્યું છે અને ભયનજક સપાટી ૩૪૫ ફુટ છે.
સુરત જિલ્લાના કામરેજ, માંડવી, પલસાણા અને બાર઼ડોલી તાલુકામાં રવિવારે અને સોમવારે પડેલા ભારે વરસાદનું પાણી સીધુ શહેરમાંથી પસાર થતી ખા઼ડીઓમાં આવતુ હોવાને કારણે ખાડીઓના સ્તરમાં વધારો થયો હતો. કાકરાપાર ખાડીની સપાટી ૫.૮૦ મીટરે પહોચી છે જયારે ભયજનક સપાટી ૬.૫૦ મીટર છે. ભેજવાદ ખાડી ૫.૭૦ મીટરે પહોચી છે જયારે ભયજનક સપાટી ૬.૭૫ મીટર છે. મીઠીખાડી તેના ભયજનક સપાટી ૭.૫૦ મીટર ઉપરથી ૮.૨૦ મીટરે વહી રહી છે. ભાઠેના ખાડી ૫.૫૦ મીટરે છે અને તેની ભયજનક સપાટી ૭.૭૦ મીટર છે જયારે ગઈકાલે ભયજનક સપાટી વટાવી ગયેલ સિમાડા ખાડીïમાં આજે ઘટાડો થઈ ૪.૯૦ મીટર નોધાય છે અને જેની ભયજનક સપાટી ૫ મીટર છે. જયારે ગઈકાલે સાંજથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડવાનું ચાલુ રહેવા પામ્યુ છે. સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં સોથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો છે તમામ તાલુકાઓમાં ઍક ઈંચ વરસાદ ઝીંકાયો છે જયારે બાકીના જિલ્લાના તાલુકાઓમાં સામાન્યથી અડધો ઈંચ વરસાદ નોધાયો છે આજે સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં પડેલા વરસાદના જેતે જિલ્લા કલેકટર કચેરના ફલ્ડ કંટ્રોલમાંથી મળતી આંકડા પ્રમાણે વલસાડમાં ૧૫, કપરાડામાં ૨૪, ધમરપુરમાં ૨૪, પારડીમાં ૨૮, વાપીમાં ૨૬ અને ઉમરગામમાં ૧ મી.મી પડ્યો હતો. નવસારીમાં ખેરગામમાં ૨૫, ગણદેવીમાં ૨, ચીખલીમાં ૧૦, જલાલપોરમાં ૪, નવસારીમાં ૨ અને વાંસદામાં ૧૫ મી.મી પડ્યો હતો. સુરતમાં બારડોલીમાં ૧૪, મહુવામાં ૯, પલસાણામાં ૧૪, ઉમરપાડામાં ૨૩ મીમી જયારે બાકીના તાલુકામાં સામાન્યથી નહિવત પડ્યો હતો. આહવા ડાંગમાં આહવામાં ૯, વઘઈમાં ૨૦, સુબીરમાં ૩ અને સાપુતારામાં ૨૧ મી.મી નોધાયો છે જયારે તાપી જિલ્લામાં સામાન્યથી નહિવત વરસાદ ઝીંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024