ગુજરાતમાં જુલાઈ મહિનો અડધો વીતી જવા છતાં વરસાદ ન પડતા દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા હતા બીજી તરફ પાણીનો પ્રશ્ન પણ મોં ફાડીને ઊભો હતો એવા સમયે કૃષિ પુત્રોની પડતી બૂમે વરૂણ દેવે ગત રવિવારે દક્ષિણ ગુજરાતમાં વિજળીના કડાકાભડાકા અને વાદળો ના બિહામણા અવાજો સાથે ધમાકેદાર રી- એન્ટ્રી મારી સતત ચોથા દિવસે ધીમી પણ મેઘ મહેર ચાલુ રાખી છે. અને ગત ૨૪ કલાકમાં સર્વાધિક ડોલવણ માં અઢી ઇંચ સહિત તમામ તાલુકાઓમાં વત્તાઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.અને જનજીવન પણ થાળે પડી રહ્યું છે.
સુરતમાં શ્રાવણી સરવરિયા વરસી રહ્યા હોય તેમ ઝરમર રૂપે વરસી મેઘરાજા પુરાવી રહ્યા છે હાજરી.
આ અંગે વધુ વિગતો મુજબ જુલાઈ માસમાં દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર થતી હોય છે પરંતુ અડધો અષાઢ માસ વિતવા છતાં વરૂણ દેવે એક પખવાડિયાથી મોં ફેરવી લેતા જગત ના ચહેરા પર ચિંતા પ્રસરી ગઇ હતી ત્યારે અષાઢી બીજે શુકન સાચવી લેનાર મેઘરાજા રવિવારે મળસ્કે થી દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે અને ખેડૂતો માટે અમી રૂપ વરસાદ ખુશીનો માહોલ છવાયો છે ત્યારે વલસાડ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં ઉમરગામ ૧૨ મી.મી.કપરાડા ૪૨ મી.મી. ધરમપુર ૩૯ મી.મી.પારડી ૫૨ મી.મી.વલસાડ ૨૯ મી.મી. જ્યારે વાપીમાં ૫૩ મી.મી. વરસાદ વરસ્યો હતો કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રદેશ સમા ગુજરાતની બોર્ડર પર આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં મોડે મોડે પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અને નદી-નાળા તથા ચેકડેમો છલકાવી દીધા છે.
તાપીના ડોલવણ માં અઢી ઇંચ વરસાદ
વીતેલા ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં મુખ્ય મથક આહવા માં ૨૯ મી.મી.વઘઈ ૩૮ મી.મી. સુબીર માં ૨૨ મી.મી. તેમજ હિલ સ્ટેશન સાપુતારામાં અડધો ઇંચ જેટલો એટલે કે ૪૭ મી.મી. પાણી વરસાવ્યું છે. તાપી જિલ્લાના ઉચ્છલમાં ૧૦. મી.મી. કુકરમુંડા ૧૧ મી.મી. ડોલવણ માં અઢી ઇંચ (૬૩ મી.મી.)નિઝર ૧૬ મી.મી. વ્યારા ૩૮ મી.મી. વાલોડ ૨૯ મી.મી. સોનગઢ ૨૭ મી.મી. વરસાદ નોંધાયો છે જ્યારે નવસારી જિલ્લામાં પણ મેઘરાજા ની મહેર યથાવત રહેવા પામી છે ખેરગામ બે ઇંચ એટલે કે ૫૦ મી.મી.ગણદેવી ૧૭ મી.મી. ચીખલી ૨૬ મી.મી. જલાલપોર ૧૪ મી.મી.નવસારી ૧૬ મી.મી. વાંસદા ૩૯ મી.મી. એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો બારડોલી ૨૭ મી.મી. ચોર્યાસી ૧૨ મી.મી.પલસાણા ૧૩ મી.મી. સુરત સિટીમાં શ્રાવણી સરવૈયા વરસી રહ્યા હોય તેમ વરસાદે પોતાની નામ માત્ર હાજરી પુરાવી માર્ગો ભીના કરી રહ્યા હોય એવી રીતે ૭ મી.મી. વરસાદ વરસાવ્યો છે.
ઉકાઈ ડેમની સવારે છ કલાકે સપાટી ૩૧૪.૪૧ ફૂટ નોંધાઇ
જ્યારે ઉમરપાડા તાલુકામાં દોઢ ઇંચ એટલે કે ૩૮ મી.મી જળરાશિ વરસાવી હતી. સુરત મધ્યથી વહેતી સુર્યપુત્રી તાપી નદીના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ઉકાઈ ડેમમાં આવકમાં ઘટાડો નોંધાયો છે અને ડેમમાં ૬૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.સામે ડેમમાંથી એટલો જ જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે ઉકાઈ ડેમની સવારે છ કલાકે સપાટી ૩૧૪.૪૧ ફૂટ નોંધાઇ છે.આજનુ રૂલ લેવલ ૩૩૩ ફૂટ રાખવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500