આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન, ડાંગ જિલ્લામા સરેરાશ ૭૨ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન ૫૫ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૫૮૮ મી.મી.), વઘઇનો ૧૩૦ મી.મી. (કુલ ૧૫૯૨ મી.મી.), સુબિર તાલુકાનો ૬૧ મી.મી. (કુલ ૧૪૯૩ મી.મી.), અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો ૪૨ મી.મી. (મોસમનો કુલ ૧૩૩૦ મી.મી.) મળી જિલ્લામા કુલ ૨૮૮ મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ ૭૨ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૬૦૦૩ મી.મી. એટલે કે સરેરાશ ૧૫૦૦.૭૫ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.
દરમિયાન ડાંગના પ્રવેશ માર્ગ એવા વઘઇના ઉબરે, નાની વઘઇ ખાતે વાંસદા-વઘઇ માર્ગ ઉપર ભરાયેલા વરસાદી પાણી ઓસરતા આ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો થયો છે. જ્યારે છેલ્લા ચાર દિવસથી ભારી ભુસ્ખલનને કારણે બંધ થયેલો સાપુતારા ઘાટ માર્ગ નાના વાહનો માટે સવારના પાંચ વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી શરૂ કરાયો છે. મોટા માલવાહક વાહનો, લક્ઝરી બસો જેવા વાહનો માટે હજુ પણ આ માર્ગ સુલભ ન હોય, તેવા વાહન ચાલકોને આ માર્ગનો ઉપયોગ નહિ કરવાની અપીલ કરવામા આવી છે.
જ્યારે ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના ૨૫ જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર હજી પણ વરસાદી પાણી ફરી વળ્યુ હોઈ, આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહ્યા છે. જેનાથી ૪૧ ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.જિલ્લાના જે માર્ગો પ્રભાવિત થયા છે તેમા આહવા તાલુકાના (૧) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (૨) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, (૩) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, ઉપરાંત સુબીર તાલુકાના (૧) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, (૨) પીપલદહાડ-જોગથવા રોડ, (૩) બંધપાડા વી.એ. રોડ, (૪) શિંગાણા-ધુલદા રોડ, (૫) ચીખલી-લવચાલી રોડ, (૬) પીપલાઈદેવી-જુન્નેર-ચીંચવિહીર રોડ, અને (૭) લવચાલી-ચીખલી રોડ, અને વઘઈ તાલુકાના (૧) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૨) ઘોડવહળ વી.એ.રોડ, (૩) આહેરડી-બોરદહાડ રોડ, (૪) ચીખલદા વી.એ.રોડ, (૫) સુસરદા વી.એ. રોડ, (૬) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૭) સુસરદા વી.એ.રોડ, (૮) માછળી-ચીખલા-દિવડયાવન રોડ, (૯) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, (૧૦) કુડકસ-કોશિમપાતળ રોડ, (૧૧) ઢાઢરા વી.એ.રોડ, (૧૨) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (૧૩) પાતળી-ગોદડીયા રોડ (૧૪) ભેંસકાતરી-કાકરદા-ભોન્ગડીયા-એન્જીંનપાડા રોડ, અને (૧૫) દોડીપાડા-ચિકાર ફળિયા રોડ યાતાયાત માટે બન્ધ થવા પામ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025