Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ : ઉમરગામ અને કામરેજમાં સૌથી વધુ નોંધાયો વરસાદ

  • July 12, 2024 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 25 તાલુકામાં એક ઈંચથી વધુ મેઘ મહેર થઈ છે. ઉમરગામ, કામરેજમાં સૌથી વધારે 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 3 ઈંચ, બોરસદમાં 3 ઈંચ, વાપીમાં 3 ઈંચ, વલસાડમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, 12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે.


જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે. રાજ્યમાં આગામી 12મી થી 15મી જુલાઈ દરમિયાન કોરૂ ધાકોર વાતાવરણ રહેવાની શક્યતા છે.


આ સાથે રાજ્યમાં વરસાદી ઝાપટા અને દરિયા કિનારોમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં 16મી જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 17થી 24મી જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે. બીજી તરફ 14મી અને 15મી જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application