Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ, સૌથી વધારે કડી તાલુકામાં નોંધાયો વરસાદ

  • July 04, 2024 

રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા અનુસાર, કડીમાં 132 મિ. મી., ઈડરમાં 82 મિ. મી., હાંસોટમાં 49 મિ. મી., નેત્રંગમાં 49 મિ. મી., જોટાણામાં 43 મિ. મી., પ્રાંતિજમાં 41 મિ. મી., ભિલોડામાં 38 મિ. મી., વિજાપુરમાં 33 મિ. મી., માણસામાં 32 મિ. મી., હિંમતનગરમાં 31 મિ. મી., પાલનપુરમાં 27 મિ. મી., દેત્રોજ-રામપુરામાં 25 મિ. મી. જેટલો વરસાદ નોંધાયો છે. કુલ 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ સહિતમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસી શકે છે. જૂનમાં ચોમાસની ગતિ ધીમી પડી ગઈ હતી. જોકે જુલાઈનાં પહેલા અઠવાડિયામાં જ ચોમાસાનું જોર વધ્યું છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાત સહિત 11 રાજ્યોને લઈને ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયે ધોધમાર વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application