દક્ષિણ ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે મેઘરાજાએ બે દિવસથી અવિરત હેત વરસાવવાનું શરૂ કરી દીધું છે આજે પણ વલસાડના ઉમરગામ અને વાપીમાં મેઘ મહેર યથાવત રહેવા પામી છે જોકે ગઇકાલની સરખામણીએ મેઘરાજાનું જોર ધીમું પડયું છે અને ઉમરગામમાં ૮ ઈંચ અને વાપીમાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઉમરગામના અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા હોવાનું જાણવા મળે છે ઉપરાંત આસમાની સુલતાને હેત વરસાવી દેતા હવે જગતાત ખુશખુશાલ થઈ જવા પામી ગયો છે બે દિવસ હજુય ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
છેલ્લા ૩૬ કલાકમાં ઉમરગામ તાલુકામાં આભ ફાટતા અનેક વિસ્તારો જળબંબાકાર
રાજ્યમાં વરસાદ લાંબા સમય સુધી વિરામ લીધા બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી દીધી છે અને વલસાડના ઉમરગામ અને વાપીમાં મેઘરાજાએ રમઝટ યથાવત રાખી છે મેઘરાજા મનમુકીને અનરાધાર વરસતા ઉમરગામના રોહિતવાસ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોનો તંત્ર સામે રોષ ફેલાયો છે છેલ્લા ૩૬ કલાકમાં ઉમરગામ તાલુકામાં આભ ફાટતા અનેક વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી રહેવા પામી છે.ફલડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન બારડોલીમાં ૭, ચોર્યાસી માં ૬૫. કામરેજ ૧૫. મહુવા ૪. માંડવી ૯. માંગરોળ ૩૫. ઓલપાડ ૮. પલસાણા ૫. સુરત સીટી ૧૮. મી.મી. વરસાદ નોંધાયો છે.અને ઉમરગામ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લામાં ગત રોજ ધબડાટી બોલાવ્યા બાદ વીતેલા ૨૪ કલાકમાં હળવાથી ભારે ઝાપટા
નવસારી જિલ્લામાં ખેરગામ ૭. ગણદેવી ૧૯. ચીખલી ૯. જલાલપોર ૩૦. નવસારી ૩૦.મી.મી. વરસાદ ખાબક્યો હતો. અને વાંસદામાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે. ડાંગ જિલ્લામાં ગત રોજ ધબડાટી બોલાવ્યા બાદ વીતેલા ૨૪ કલાકમાં હળવાથી ભારે ઝાપટા રૂપે મેઘરાજા અલગ અલગ વિસ્તારોમાં હાજરી પુરાવી રહ્યા છે. અને આજે દિવસે મેઘરાજાએ આરામ ફરમાવ્યો હતો.
તાપી જિલ્લામાં છુટી છવાઈ હેલી વરસી
તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના નીઝર એક ઈંચ. કુકરમુડા એક ઈંચ સહિત વ્યારા. સોનગઢ. વાલોડ અને ઉચ્છલ પંથકમાં ગોરંભાયેલા વાદળો વચ્ચે છુટી છવાઈ હેલી વરસી હતી અને માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા.
ઉમરગામમાં ૮ ઈંચ કપરાડા અડધો ઈંચ,પારડી અઢી ઇંચ
વલસાડ જિલ્લાની વાત કરીએ તો ઉમરગામમાં ૮ ઈંચ કપરાડા અડધો ઈંચ,પારડી અઢી ઇંચ અને વલસાડમાં દોઢ ઇંચ જ્યારે ધરમપુરમાં દિવસે ધીમીધારે ઝાપટા વરસ્યા હતા, નોંધનીય છે કે ચોમાસાની ધોરી માસ સમાન અષાઢ કોરોધાકોર વિત્યા બાદ શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે અને મેઘરાજા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મન મૂકીને વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. અને હજુ બે દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદની આગાહી ને પગલે જિલ્લા તંત્રોને તકેદારીના પગલા ભરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500