Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદનું પુનરાગમન

  • September 07, 2023 

જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી મળેલી વિગતો અનુસાર, આજે સવારે ૬ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૭.૬૭ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.


વિગતે જોઈએ તો આ ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૪૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેની સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૧૫૩૬ મી.મી. થવા પામ્યો છે. તો વઘઇ તાલુકામાં ૬૩ મી.મી. સાથે કુલ ૧૫૩૨ મી.મી., અને સુબિર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩૫ મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૩૭૬ મી.મી. નોંધાયો છે. આમ, જિલ્લામાં ચોવીસ કલાકમાં સરેરાશ ૪૭.૬૭ મી.મી. વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ ૧૪૮૧.૩૩ મી.મી. નોંધાઇ ચુક્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application