સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને નર્મદમાં રવિવાર સુધી હવામાન વિભાગ દ્વારા માવઠું, છુટાછવાયા વરસાદ કે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને તકેદારી રાખવા સૂચના આપી ટોલફ્રી નંબર જાહેર કરાયો છે. આગામી તારીખ 19 માર્ચને રવિવાર સુધી કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડુતો માટે ખાસ તકેદારી રાખવાના આદેશો જારી કરાયા છે. જો વરસાદથી થતાં પાક નુકસાનથી બચવા માટે ખેડુતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા.
તેમજ કયાં તો ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતુ અટકાવવુ. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયમાં ટાળવો, ખાતર અને બિયારણનાં વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉન સુરક્ષિત રાખવા, ખેતી પાકને નુકસાનને લગતી જાણકારી માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક અથવા કિસાન કોલ સેન્ટર નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500