Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તારીખ 12થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

  • April 10, 2024 

તારીખ 12થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે. ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે અને જોરદાર વરસાદ આવશે. 4 જિલ્લામાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. તારીખ 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે.


આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે.   આગામી તારીખ 12 અને 13 તારીખ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરાઈ હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા 12 એપ્રિલ નવસારી,વલસાડ,સુરત, દીવ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 13 એપ્રિલે બનાસકાંઠા,સાબરકાંઠા,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ પણ આપવામાં આવી છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ બે દિવસ છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application