વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આમોદ ખાતે સભા પહેલા વરસાદ નું વિઘ્ન,વરસાદ બાદ સભા સ્થળે ઠેરઠેર કાદવ કીચડનું સામ્રાજય થતા તંત્રમાં દોડધામ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આગામી ૧૦ ઓકટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકાસ ના વિવિધ કાર્યનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવનાર છે,જેને લઇ આમોદ ખાતે પીએમ મોદીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે,પરંતુ કાર્યક્રમ સ્થળે વરસાદ નું વિઘ્ન નડયું હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગ ની આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળે વાદળ છાયું વાતાવરણ અથવા વરસાદ વરસી શકે છે જે બાદ આમોદ પંથકમાં છેલ્લા ૨૪ કલાક થી વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ તાલુકા ના કેટલાય વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો,વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્થળે સભા કરવાના છે તે સ્થળે પણ ગત રાત્રીના સમયે વરસાદ વરસતા આજે સવારથી સભા સ્થળ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું,કાર્યક્રમ સ્થળે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોઈ તંત્રમાં દોડધામ મચી હતી તેમજ કાર્યક્રમ સ્થળે ફરીથી કામગીરી શરૂ કરી વરસાદ ના વિઘ્ન બાદ થયેલ સ્થિતિ ને સુધારવા માટે ની મથામણ કરવાનો વારો આવ્યો હતો,આમ આમોદ પંથક માં જામેલા વરસાદી માહોલ બાદ પી એમ મોદી ના સભા સ્થળ ની તૈયારીઓમાં વિઘ્ન ઉભું કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500