Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈમાં વરસાદી વાદળાં છવાશે : રાજ્યનાં 17 જિલ્લામાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ જામવાની આગાહી

  • May 20, 2022 

મુંબઈમાં આવતીકાલથી વરસાદી વાદળાં છવાશે અને શનિવારથી વરસાદી ગતિવિધિઓ શરુ થાય તેવી સંભાવના છે. બીજી તરફ રાજ્યના 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ જામવાની આગાહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શુક્રવારથી મુંબઈના આકાશમાં વાદળાં છવાશે. જોકે, હજુ ચોમાસાંના સત્તાવાર આગમન માટે થોડા દિવસોની પ્રતીક્ષા કરવી પડશે. પરંતુ શનિવારથી થોડા દિવસો સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે.



મુંબઇગરાંને જોકે થોડાક દિવસોથી ગરમી-ઉકળાટમાં રાહત રહી છે. આજે કોલાબામાં મહત્તમ તાપમાન 32.6 અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 33.6 અને લઘુત્તમ તાપમાન 27.5  ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આવતા 48 કલાક દરમિયાન મુંબઇનું ગગન વાદળિયું રહે તેવી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 34.0 અને લઘુત્તમ તાપમાન 28-27 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે. જયારે ગતરોજ વિદર્ભનું અકોલા 42.5 ડિગ્રી સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી હોટ સ્થળ નોંધાયું હતું. જ્યારે ગિરિમથક મહાબળેશ્વર 19.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.



હવામાન ખાતાનાં  સૂત્રોએ  એવી માહિતી આપી હતી કે, કોલ્હાપુર, સોલાપુર, સાંગલી, સાતારા, ઇંદાપુર, સિંધુદુર્ગ,  ઔરંગાબાદ, જાલના, ઉસ્માનાબાદ, નાંદેડ,  બીડ વગેરે જિલ્લામાં મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. હાલ હવાના હળવા દબાણનો પટ્ટો મધ્યપ્રદેશથી મરાઠવાડા, કર્ણાટકથી તામિલનાડુ સુધીનાં આકાશમાં 1.5 કિલોમીટરના અંતરે ફેલાયો છે. ​


આવાં પરિબળોની વ્યાપક અસરથી આવતા 2 દિવસ (20-21મે) દરમિયાન કોંકણ (રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર (પુણે,કોલ્હાપુર,સાતારા,સાંગલી,સોલાપુર), મરાઠવાડા (પરભણી,હિંગોળી,નાંદેડ,લાતુર,ઉસ્માનાબાદ), વિદર્ભ (ભંડારા,ચંદ્રપુર,ગઢચિરોળી,ગોંદિયા)માં   મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application