ન્યુઝીલેન્ડનાં સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં વરસાદે તબાહી મચાવી છે. ન્યૂઝીલેન્ડનાં સૌથી મોટા શહેરમાં શનિવારે રેકોર્ડબ્રેક વરસાદને કારણે 2 લોકોનાં મોત થયા છે અને અન્ય 2 લોકો લાપતા છે. અધિકારીઓએ ઓકલેન્ડ પ્રદેશ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી અને દેશનાં નવા વડાપ્રધાન ક્રિસ હિપકિંસે લશ્કરી વિમાન દ્વારા પરિસ્થિતિનો તાગ મળવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જેસિન્ડા આર્ડનના રાજીનામાં બાદ હિપકિંસે શપથ લીધા હતા.
હિપકિંસે જણાવ્યું હતું કે, વરસાદની શહેરને ઝડપથી અસર થઈ હતી. તેણે ઓકલેન્ડવાસીઓને વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવાની સલાહ આપી છે. આ પહેલા એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવ્યા બાદ અને ટર્મિનલના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ જતાં સેંકડો લોકો રાત સુધી ઓકલેન્ડ એરપોર્ટ પર ફસાયા હતા.
જોકે એર ન્યુઝીલેન્ડે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે ઓકલેન્ડની અંદર અને બહાર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફરી શરૂ કરી છે પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી ક્યારે શરૂ થશે તેની ખાતરી નથી. હવામાન એજન્સીઓનાં જણાવ્યા પ્રમાણે તારીખ 27 ફેબ્રુઆરી ઓકલેન્ડમાં અત્યાર સુધીનો સૌથી ભીનો દિવસ હતો. શુક્રવારે સાંજે, કેટલાક સ્થળોએ માત્ર ત્રણ કલાકમાં 15 સેન્ટિમીટર (6 ઈંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500