ઉત્તર રેલવે પ્રશાસને દિલ્હીની બે અગ્રણી મસ્જિદો – બંગાળી માર્કેટ મસ્જિદ અને બાબર શાહ તકિયા મસ્જિદને 15 દિવસની અંદર અતિક્રમણ દૂર કરવાની માંગણી કરતી નોટિસ જારી કરી છે. રેલ્વે સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં અતિક્રમણ દૂર કરવામાં નહીં આવે, તો તેઓ તેમની જમીન પર ફરીથી દાવો કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે.
જારી કરવામાં આવેલી નોટિસમાં રેલ્વે પ્રશાસને જણાવ્યું છે કે તેમની જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, અને તેઓ સંબંધિત પક્ષોને વિનંતી કરી રહ્યા છે કે તેઓ તેમની મિલકત પર બાંધવામાં આવેલી કોઈપણ અનધિકૃત ઈમારતો, મસ્જિદો સ્વેચ્છાએ દૂર કરે. જો મસ્જિદો નોટિસનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો રેલ્વે વહીવટીતંત્ર દ્વારા રેલ્વે અધિનિયમ અનુસાર, અતિક્રમણ કરાયેલી જમીન પર ફરીથી દાવો કરવા માટે પગલાં લેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500